
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાતનાં સપૂત એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે, દરેક વનબંધુ પરિવાર સુખી, શિક્ષિત, સ્વસ્થ, અને આર્થિક રીતે સશક્ત બને. તેમના આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે ગુજરાતની શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર રાતદિવસ એક કરી રહી છે.
ગુજરાતમાં અને તેમાંયે ખાસ કરીને આદિજાતિના દુર્ગમ વિસ્તારો સુધી શિક્ષણની ક્ષિતિજોનો વિકાસ કરતા, રાજ્ય સરકારે આદિજાતિ સમાજના બાળકો ભણીગણીને વિશ્વભરમાં ગુજરાતનો ડંકો વગાડે તેનું વાતાવરણ ખડુ કર્યું છે.
આજે જ્યારે ‘વિશ્વ આદિવાસી દિવસ’ બારણે ટકોરા મારી રહ્યો છે ત્યારે, આપણે રાજ્યના છેવાડે આવેલા અને ૯૮ ટકા આદિવાસી વસતી ધરાવતા ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર સુધી વિસ્તરેલા શિક્ષણના ઉજાસથી સૌને અવગત કરાવીએ.
ખાસ કરીને રાજ્યના આદિજાતિ વિસ્તારમાં સાક્ષરતા દર વધે તેમજ રાજ્યના બાળકો શિક્ષણ અને તેમના ઉજ્જવળ ભવિષ્યને કેન્દ્રસ્થાને રાખીને તેમનાં માતા-પિતાની સહભાગીદારીથી બાળકોના શિક્ષણની અગત્યતા પ્રત્યે જાગૃતિ કેળવે તેવો ઉમદા ઉદ્દેશ સાથે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2002-03મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામા આવી હતી. જેની ફળશ્રુતિ આજે અંતરિયાળ વિસ્તારોમાં પણ દેખાઈ રહી રહી છે.
રાજ્યના દરેક બાળક માટે પ્રાથમિક શિક્ષણની સુલભતા સુનિશ્ચિત કરવાની સાથે, બાળકોનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાના ઉદેશ્ય સાથે શરૂ કરાયેલો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ, આજે ડાંગના સુબિર તાલુકાની કરંડજા પ્રાથમિક શાળામા અક્ષરસહ સફળ થયો છે.
કરંજડા ગામમા ધોરણ 1 થી 5 સુધીની પ્રાથમિક શાળા આવેલી છે. આ વિસ્તાર આર્થિક રીતે પછાત હોવાના કારણે લોકો રોજી રોટી માટે સ્થળાંતર કરતા હોવાથી, બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર પડતી હતી. પરંતુ રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી આવેલી જાગૃતી અને સરકારી યોજનાઓના અમલીકરણ થકી ગામનો ડ્રોપ આઉટ રેટ આજે 0 % એ પહોંચ્યો છે.
છેલ્લા 10 વર્ષથી કરંજડા પ્રાથમિક શાળા, ગુણોત્સવ કાર્યક્રમમા જિલ્લા કક્ષાએ સતત પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. તેમજ ગત વર્ષે રાજ્ય કક્ષાએ 14મો ક્રંમાક પ્રાપ્ત કર્યો હતો. શાળાના આ પરિવર્તન માટે ગામના વાલીઓ તેમજ શાળાના શિક્ષકો જવાબદાર છે, તેમ શાળાના આચાર્ય શ્રી જિગ્નેશભાઇ પટેલે જણાવ્યુ હતુ. તેઓ વધુમાં જણાવે છે કે, શાળામા બાળકોને સરકારની મધ્યાહ્ન ભોજન યોજના, મફત ગણવેશ યોજના, સિઝનલ હોસ્ટેલની સુવિધાઓના કારણે શાળામા આવવું ગમે છે. જેના લીધે બાળકોની સંખ્યામા વધારો થયો છે.
શાળામા હાલમા 91 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તેમજ બાજુના ગામથી પણ 30 થી 35 જેટલા બાળકો આ શાળામા અભ્યાસ કરવા માટે આવે છે. બાળકો પુસ્તકિય જ્ઞાન સાથે બાહ્યા જ્ઞાન મેળવે તે માટે શિક્ષકો દ્વારા પ્રવાસ કાર્યક્રમો પણ યોજવામા આવે છે. જેમા ગામની મુલાકાત, ગામના કારીગરોની મુલાકાત, દરીયાઇ વિસ્તારના પ્રવાસ વિગેરેનુ આયોજન કરવામા આવે છે.
કરંજડા પ્રાથમિક શાળાના એસ.એમ.સી કમિટિ સભ્ય શ્રી રાજેશભાઇ કુંવર જણાવે છે કે, તેઓ દ્વારા શાળાના વિકાસ માટે શિક્ષકો સાથે મિટિંગો/ચર્ચાઓ કરવામા આવે છે, અને સમસ્યાઓનુ યોગ્ય નિરાકરણ લાવવામા આવે છે.
લવચાલી ક્લસ્ટરના સી.આર.સી શ્રી અનિતેશભાઇ પવાર જણાવે છે કે, કરંડજા પ્રાથમિક શાળામા શિક્ષકોની મહેનતથી ગામના બાળકો સારૂ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. આ ગામના મોટાભાગના લોકો રોજી રોટી માટે સ્થળાંતર કરતા હોવાથી, અહી સિઝનલ હોસ્ટેલ શરૂ કરવામા આવી, જેનાથી શાળાનો ડ્રોપ આઉટ રેટ 0 % નોધાયો છે.
કરંજડા પ્રાથમિક શાળામા શૈક્ષણિક, માળખાગત સુવિધાઓની સાથે સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપર ખાસ ભાર મુકવામા આવ્યો છે. જેના કારણે આ શાળાના બાળકો શિક્ષણની સાથે ઇતર પ્રવૃતિઓમા પણ અવ્વલ નંબરે આવે છે. ગુજરાત સરકારના ખેલ મહાકુંભમા પણ બાળકોએ શાળાનુ નામ રોશન કર્યુ છે. શાળામા કુલ 4 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. જેઓ દ્વારા બાળકોને પ્રાર્થના, રમતગમત, સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામા આવી રહી છે.
ડાંગ જિલ્લાની શાળાઓનો ગુણોત્સવ 2.0ના પરિણામમા વર્ષ 2020-21મા પ્રાથમિક શાળાઓ A+ Gradeમા 1 શાળા , A Gradeમા 11, B Gradeમા 235, C Gradeમા 134 અને D Gradeમા 1 હતી. જે વર્ષ 2022-23મા પ્રાથમિક શાળાઓ A+ Gradeમા 1 શાળા, A Gradeમા 20, B Gradeમા 323, C Gradeમા 34 અને D Grade મા 0 રહી છે. જે બે વર્ષની તુલના કરતા ડાંગ જિલ્લાની શાળાઓમા ગુણાત્મક સુધારો સૂચવે છે.
ગુજરાત સરકાર શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી શિક્ષકોની તાલીમને પણ પ્રાથમિકતા આપે છે, અને શિક્ષણની એકંદર ગુણવત્તા વધારવા માટે મજબૂત મોનિટરિંગ સિસ્ટમનો પણ ઉપયોગ કરે છે.
શાળા પ્રવેશોત્સવની ફળશ્રુતીરૂપે રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓમા વિધ્યાર્થીઓનુ સો ટકા નામાકંન જોવા મળી રહ્યુ છે. ડાંગ જિલ્લામા કુલ 378 પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમા કુલ 1600 જેટલા શિક્ષકો 42,500 બાળકો શિક્ષણ આપી રહ્યા છે. ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રભાઇ ઠાકરેના જણાવ્યા અનુસાર છેલ્લા 20 વર્ષમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કારણે જિલ્લામા શિક્ષણની પરિસ્થિતી બદલાઇ છે. સરકારની કલ્યાણકારી યોજનાઓથી ડ્રોપઆઉટ રેશિયો 0 % થવા પામ્યો છે. તેમજ શાળાઓમા 100% નામાંકન થાય છે, અને સાથે જ શાળાઓમા બાળકોની 100% હાજરી પણ જોવા મળી રહી છે.








