DANG

ડાંગ: સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવાના વિદ્યાર્થીઓ ઇન્ટર યુનિવર્સીટી હોકી ટિમમા પસંદગી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી હોકી સિલેક્શનમા, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા-ડાંગના સેવુર માયાબેન ગૌત્તમભાઈ T.Y.B.A અને પવાર નેહાબેન અરુણભાઈ S.Y.B.A ની બે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા તેઓની પસંદગી થવા પામી છે.

આ વિદ્યાર્થીઓ માટે 26 ડિસેમ્બરના રોજ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપ જે.આર. નાગર રાજસ્થાન વિદ્યાપીઠ મુકામે રમતનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ કરાટે સ્પર્ધા એસ.ટી.જૈન સુરત મુકામે યોજાઇ હતી. જેમા 63 કી.ગ્રામ વેઇટ કેટેગરીમા આહવા સરકારી કોલેજની ચૌધરી દિવ્યાબેન અનિલભાઈ T. Y. B. A ની વિદ્યાર્થીનીએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

આ તમામ વિદ્યાર્થીઓને પી.ટી.આઈ. મેસુરીયા હિતાક્ષી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ હતુ. કોલેજના આચાર્યશ્રી ડો.યુ.કે.ગાંગુર્ડે તથા સમગ્ર કોલેજ પરિવારવતી તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button