ડાંગ: જિલ્લા રોજગાર કચેરી દ્વારા માધ્યમિક શાળા-પિંપરી ખાતે ‘કારકિર્દી માર્ગદર્શન’ સેમિનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
જિલ્લા રોજગાર કચેરી, આહવા દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-પિંપરી ખાતે, રોજગાર કચેરીના કેરીયર કાઉન્સેલર શ્રીમતી શીતલ પવાર, અને કચેરીના યંગ પ્રોફેશનલ શ્રી જેડ.એફ.રાજ દ્વારા શાળાના વિધ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ સેમિનારમા જિલ્લા રોજગાર કચેરીની કામગીરી નામ નોધણી, રોજગાર ભરતી મેળા, સ્વરોજગાર શિબીર, ધો–૧૦ અને ૧૨ પછીના વિવિધ કેરીયર અંગેના વિકલ્પો, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના, વોકેશનલ ગાઇડન્સ અને કેરિયર કોર્નર યોજના, અનુબંધમ પોર્ટલ/એન.સી.એસ રોજગારલક્ષી પોર્ટલમા નામ નોધણી, રોજગાર સેવાસેતુ કોલ સેન્ટર અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા સરકારશ્રી દ્વારા ચાલતી યોજનાંઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
સાથે જ શાળાના શિક્ષકો દ્વારા પણ રોજગાર અને કારકિર્દીલક્ષી માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમા શાળાના ધો–૧૦ અને ૧૨ ના કુલ-૨૨૪ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ડાંગ જિલ્લા રોજગાર કચેરીના રોજગાર અધિકારી શ્રી વી.એસ.ભોયે અને કર્મચારીઓ દ્વારા શાળા વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવા બદલ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
રોજગારલક્ષી વધુ માહિતી કે માર્ગદર્શન માટે રોજગાર સેવા સેતુ કોલ સેન્ટર નંબર-૬૩૫૭૩૯૦૩૯૦ નો સપંર્ક સાધવા પણ જણાવાયુ હતુ.








