
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ 
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને, ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિસ્તાર હેઠળના ૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મતદાર મંડળના કાર્ય વિસ્તારમાં સ્થાનિક ચૂંટણી તંત્રે તેની તમામ કામગીરીનો સુપેરે પ્રારંભ કરી દીધો છે.
દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે ચૂંટણીલક્ષી કામગીરી માટે, ડાંગ જિલ્લા મથકે શરૂ કરાયેલા MCMC (મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી ), EMMC (ઇલેક્ટ્રોનિક્સ મીડિયા મોનિટરિંગ કમિટી) સહિત હેલ્પલાઇન સેન્ટર, અને cVigil/ફરિયાદ કક્ષની જાત મુલાકાત લીધી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તેમની આ મુલાકાત દરમિયાન ફરજ પરના ડ્યૂટી ઓફિસરો સાથે સંવાદ સાધી, તેમની કાર્યપ્રણાલીની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
MCMC /EMMC ખાતે રાઉન્ડ ધ ક્લોક ચાલી રહેલી મીડિયા મોનિટરિંગની કામગીરી સહિત cVigil ફરિયાદ ક્ક્ષમાં નોંધાયેલ ફરિયાદ અને હેલ્પ લાઇન ખાતેથી પૂરી પડાયેલી સેવાઓની જાણકારી પણ, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે તેમની આ મુલાકાત વેળા મેળવી હતી.
<span;>જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટ, ચૂંટણી મામલતદાર શ્રી મેહુલ પટેલ, MCMC નોડલ શ્રી મનોજ ખેંગાર, તેમની ટિમ, ડ્યુટી ઓફિસરો ઉપરાંત વિવિધ કંટ્રોલ કક્ષાના કર્મયોગીઓએ ઉપસ્થિત રહી, તેમના હસ્તકની કામગીરીની વિગતો રજૂ કરી હતી.








