
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મમતા મંદિર-નવસારી અને અંધજન શાળા-શિવારીમાળની નિવાસી શાળાઓનો લાભ લેવા સંસ્થાનો અનુરોધ :
મુક બધિર, પ્રજ્ઞાચક્ષુ, કે બીજી કોઈ પણ પ્રકારની શારીરિક, માનસિક મર્યાદાઓ ધરાવતા દિવ્યાંગ બાળકોના શિક્ષણ, તાલીમ, અને પુનઃવસન કેન્દ્રો ચલાવતા નવસારી (એરુ રોડ, વિજલપોર) ના મમતા મંદિર સંચાલિત નિવાસી શાળાઓમાં ધોરણ-૧ થી ૧૨ માં વિના મૂલ્યે પ્રવેશ કાર્ય ચાલુ છે.
નવસારી સહિત ડાંગ જિલ્લાના શિવારીમાળ સ્થિત અંધજન શાળામાં શિક્ષણ સાથે નિવાસ સુવિધા, પુસ્તકો, યુનિફોર્મ, અને તાલીમ પણ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. છેલ્લા પચાસ વર્ષોથી સેવારત આ સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોએ, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
ધોરણ-૧૨ પાસ થયા બાદ ઉચ્ચ અભ્યાસ કે વ્યવસાયિક તાલીમમાં પણ સંસ્થા યોગ્ય મદદ કરી રહી છે. ત્યારે ડાંગ જિલ્લા સહિત આસપાસના વિસ્તારના દિવ્યાંગ બાળકો તથા તેમના વાલીઓને, આ સંસ્થાની સેવાઓનો લાભ લેવા અનુરોધ કરાયો છે.








