AHAVADANG

હોમગાર્ડ સ્થાપના દિન” નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર આહવા ખાતે સેરેમોનીયલ પરેડ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ હેડક્વાર્ટર ખાતે તા. ૬ ડિસેમ્બરના “હોમગાર્ડ સ્થાપના દિન” નિમિત્તે સેરેમોનીયલ પરેડનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ સાથે જ સુરક્ષાકર્મીના જવાનોએ પોલીસ બેન્ડ સાથે આહવા ટાઉનમા “પ્રભાત ફેરી” યોજવામાં આવી હતી. તેમજ અલગ અલગ જગ્યાએ” સફાઈ અભિયાન” તેમજ “વૃક્ષારોપણ” નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. દરમિયાન  શ્રેષ્ઠ હોમગાર્ડના જવાનોને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં હોમગાર્ડ જવાનો માટે રમતગમત સ્પર્ધાઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે શ્રી સુનીલ પાટીલ, નાયબ પોલીસ અધિક્ષક (આહવા ડિવિઝન) સેવા આપી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button