
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્યનાં મેરીટાઈમ બોર્ડ દ્વારા તમામ જિલ્લાઓમાં વોટર સ્પોર્ટ્સ ક્રાફ્ટનાં સર્વે અને રજીસ્ટ્રેશન અંગેની નવી કામગીરી શરૂ કરતા ગિરિમથક સાપુતારા ખાતે ચાલતી નૌકાવિહારની પ્રવૃત્તિ થોડા સમય માટે બંધ કરાઈ…
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા હરણી લેક દુર્ઘટનામાં માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે.જેથી હવે રાજયનું મેરીટાઈમ બોર્ડ જાગી ગયુ છે.ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી હાલમાં તમામ જિલ્લામાં દરીયા કિનારે,નદી,તળાવ,સરોવર કે ડેમમાં ચાલતા વોટર સ્પોર્ટ્સ ક્રાફટ ની નવી SOP જાહેર કરવાની તજવીજ હાથ ધરી છે.ત્યારે ડાંગ જિલ્લામાં પણ નવા વોટર સ્પોર્ટ્સ ક્રાફ્ટ ના સર્વે અને રજીસ્ટ્રેશન અંગેની કામગીરી ટૂંક સમય માટે મોકૂફ રાખવા માટેના આદેશ ડાંગ જિલ્લા નિવાસી અધિક કલેકટર દ્વારા કરવામાં આવેલ છે.ગુજરાત રાજ્યમાં દરીયા કીનારે, નદી, સરોવર, તળાવ,ડેમ ખાતે ચાલતા વોટર સ્પોર્ટસ ક્રાફ્ટના સર્વે અને રજીસ્ટ્રેશન બાબતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પ્રવર્તમાન “પ્રમાણભુત સંચાલન પ્રક્રિયા (SOP)” તેમજ આનુસંગિક નિયમોમાં ફેરફાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.જેથી નવા વોટર સ્પોર્ટસ ક્રાફ્ટના સર્વે અને રજીસ્ટ્રેશન અંગેની કામગીરી ટુંક સમય માટે મોકુફ રાખવામાં આવેલ છે.પરંતુ જે વોટર સ્પોર્ટસ ક્રાફ્ટનો સર્વે જે સમય સુધી માન્ય છે તે સમય સુધી SOP અનુસાર કામગીરી કરી શકશે.જ્યારે વોટર સ્પોર્ટસ ક્રાફ્ટના સર્વે અને રજીસ્ટ્રેશનના નવા/સુધારા નિયમો જાહેર થશે, ત્યારબાદ નવા વોટર સ્પોર્ટસ ક્રાફ્ટના સર્વે અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ચાલુ કરવા અંગેની જાણ કરવામાં આવશે.ત્યારે હાલમાં ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે સર્પગંગા તળાવમાં સ્પોર્ટસ ક્રાફ્ટ પ્રવૃતિ એટલે નૌકાવિહાર પ્રવૃત્તિનું વોટર સ્પોર્ટસ ક્રાફ્ટનાં નવા રજિસ્ટ્રેશન અને સર્વેનાં પગલે તાત્કાલિક અસરથી બંધ કરી તે બાબતે સુનિશ્ચિત કરવા અંગેના આદેશ ડાંગ જિલ્લા નિવાસી અધિક કલેકટર દ્વારા આપવામાં આવ્યો હતો.ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નૌકાવિહાર અંગેની બીજી ગાઈડલાઈન બહાર પડાશે ત્યારબાદ જ ગિરિમથક સાપુતારા ખાતે સર્પગંગા તળાવમાં નૌકાવિહારની પ્રવૃત્તિ ચાલુ થશેનું સંચાલકો જણાવી રહ્યા છે.હાલમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડનાં ગાઈડલાઈનને પગલે સાપુતારા ખાતે બોટીંગની પ્રવૃત્તિ મોકૂક રખાતા ફરવા આવતા પ્રવાસીઓ વિલા મોઢે પરત ફરી રહ્યા છે.








