AHAVADANG

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ તરીકે મુકેશભાઈ પટેલની વરણી થતાની સાથે જ કોંગ્રેસ પાર્ટીમાં ભડકો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
ડાંગ જિલ્લામાં કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ તરીકે મુકેશભાઈ ચંદરભાઇ પટેલની નિમણુક થતાની સાથે જ ડાંગ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત ત્રણેય તાલુકાનાં મહિલા પ્રમુખોએ રાજીનામો ધરી દેતા જિલ્લાના રાજકીય માહોલમાં ખળભળાટ મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતનાં દસ જેટલા જિલ્લામાં સંગઠનમાં ફેરફારો કરી દસ જેટલા નવા પાર્ટી પ્રમુખોની નિયુક્તી કરી હતી.રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા મુકેશભાઈ ચંદરભાઈ પટેલને ડાંગ જિલ્લાનાં કૉંગ્રેસ સંગઠન પાર્ટીનાં પ્રમુખ તરીકે નિમણુક કરી છે.ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટીમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ ચંદરભાઈ પટેલની નિયુક્તિ થવાની સાથે જ ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટીમાં રાજીનામાનો દોરની સાથે ભડકો થવા પામ્યો છે.ડાંગ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત ત્રણે તાલુકાનાં મહિલા પ્રમુખો એ રાજીનામા ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.વધુમાં આહવા, વઘઈ,અને સુબીર તાલુકાનાં કોંગ્રેસ સમિતિનાં પ્રમુખો એ પણ રાજીનામા ધરી દીધા છે.ડાંગ જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ લતાબેન ભોયે, જ્યારે વઘઇ તાલુકા કૉંગ્રેસ સમિતિનાં મહિલા પ્રમુખ રોશનીબેન આર.સૂર્યા, સૂબિર તાલુકા કૉંગ્રેસ સમિતિનાં મહિલા પ્રમુખ રેખાબેન કૌશિકભાઈ પવાર,સૂબિર તાલુકા કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ ગુલાબભાઈ ગાંગુડે,આહવા તાલુકા કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ ભરતભાઈ ચૌધરીનાઓએ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિને સંબોધીને રાજીનામુ ધરી દેતા ડાંગ જિલ્લાની કૉંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિમાંથી પાંચ જેટલા રાજીનામા ધરી દેવાતા જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટીમાં મોટુ ભંગાણ પડવાની સાથે આવનાર દિવસોમાં કપરા ચડાણનાં એંધાણ વર્તાયા છે..પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતનાં દસ જેટલા જિલ્લામાં સંગઠનમાં ફેરફારો કરી દસ જેટલા નવા પાર્ટી પ્રમુખોની નિયુક્તી કરી હતી.રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા મુકેશભાઈ ચંદરભાઈ પટેલને ડાંગ જિલ્લાનાં કૉંગ્રેસ સંગઠન પાર્ટીનાં પ્રમુખ તરીકે નિમણુક કરી છે.ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટીમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ ચંદરભાઈ પટેલની નિયુક્તિ થવાની સાથે જ ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટીમાં રાજીનામાનો દોરની સાથે ભડકો થવા પામ્યો છે.ડાંગ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત ત્રણે તાલુકાનાં મહિલા પ્રમુખો એ રાજીનામા ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.વધુમાં આહવા, વઘઈ,અને સુબીર તાલુકાનાં કોંગ્રેસ સમિતિનાં પ્રમુખો એ પણ રાજીનામા ધરી દીધા છે.ડાંગ જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ લતાબેન ભોયે, જ્યારે વઘઇ તાલુકા કૉંગ્રેસ સમિતિનાં મહિલા પ્રમુખ રોશનીબેન આર.સૂર્યા, સૂબિર તાલુકા કૉંગ્રેસ સમિતિનાં મહિલા પ્રમુખ રેખાબેન કૌશિકભાઈ પવાર,સૂબિર તાલુકા કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ ગુલાબભાઈ ગાંગુડે,આહવા તાલુકા કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ ભરતભાઈ ચૌધરીનાઓએ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિને સંબોધીને રાજીનામુ ધરી દેતા ડાંગ જિલ્લાની કૉંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિમાંથી પાંચ જેટલા રાજીનામા ધરી દેવાતા જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટીમાં મોટુ ભંગાણ પડવાની સાથે આવનાર દિવસોમાં કપરા ચડાણનાં એંધાણ વર્તાયા છે..

[wptube id="1252022"]
Back to top button