
13 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ વિસનગરમાં શુક્રવારના રોજ યુનિક ટેલેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્વિઝ, ડિબેટ,ચિત્ર, મહેંદી,લૂડો,રંગોળી જેવી અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સાથે અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ અને સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. જે બદલ સંસ્થાના પ્રમુખશ્રી તેમજ હોદ્દેદારશ્રીઓએ કોલેજ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
[wptube id="1252022"]



