
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે કમોસમી માવઠાની સાથે બરફનાં કરા પડતા જોવાલાયક સ્થળોએ સફેદ ચાદર પથરાઈ ગઈ હતી.જ્યારે ડાંગ જિલ્લાનાં ગાયગોઠણ ગામે બાઈક સવારો પર આકાશી વીજળી પડતા એક યુવાનનું મોત.જ્યારે અન્ય એક ઈસમ સારવાર હેઠળ ખસેડાયો.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા પંથકમાં મોડી સાંજે કમોસમી માવઠાની સાથે બરફનાં કરા પડતા સમગ્ર પંથકમાં સફેદ ચાદર પથરાયેલ જોવા મળી હતી.જેમાં ગિરિમથક સાપુતારા ખાતેનાં જોવાલાયક સ્થળોએ બરફનાં કરા પડતા સમગ્ર વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.સાથે ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં લવચાલી ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગાયગોઠણ ગામે મોટરસાયકલ પર સવાર સુનિલભાઈ માલજીભાઈ વળવી રે.બહેડુનનાં રહેવાસી યુવાન પર આકાશી વીજળી પડતા ઘટના સ્થળે યુવાનનું મોત નિપજ્યુ હતુ. જ્યારે તેની સાથે સવાર અન્ય યુવાન ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.ડાંગ જિલ્લામાં આકાશી વીજળીએ એક યુવાનનો ભોગ લેતા વહીવટી તંત્ર એ આગળની કાર્યવાહી હાથ ધરી છે…





