GUJARATRAJULA

દાતરડીના ગ્રામ્ય જનોએદાતરડીના ગ્રામ્ય જનોએ રાજુલા ડેપ્યુટી કલેકટરને આપ્યું આવેદનપત્ર

યોગેશ કાનાબાર રાજુલા

ભાવનગર-વેરાવળ હાઇવેરોડ પર રાજુલા તાલુકા ના દાતરડી ગામે બનાવવામાં આવેલ બાયપાસ રોડ ની બાજુમાં સર્વિસ રોડ આપવા માં નહીં આવતા આજરોજ ગામ લોકો દ્વારા એક રાજુલા ડેપ્યુટી કલેકટર ની આવેદનપત્ર આઠવવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું કે રાજુલા તાલુકાના દાંતરડી ગામે આવેલ ભાવનગર વેરાવળ રોડ જે દાતરડી ગામે બાયપાસ રોડ પર સર્વિસ રોડ ના હોવાથી ગામ લોકોને ખુબજ મુશ્કેલી પડી રહી છે. ગામ થી બાયપાસ તરફ જતા ગામ ની હજારો વીઘા જમીન આવેલી છે અને દાતરડી ગામથી ૮ થી ૧૦ ગામ ને અવર જવર રહે છે અને ખેડૂતો ને પણ નાના મોટા વાહનો લઇ જવા માટે ખુબજ મુશ્કેલી પડે તેમ છે તો આ દાતરડી ગામે આવેલ જે બાયપાસ મુકવામાં આવેલ છે તે બાયપાસ ની સામેની સાઈડ તરફ નેસડી ૧, સાંજણાવાવ, રાભડા ગામ તરફ આવવા જવા માટેના ના પીડબ્લ્યુ ના પાકા રસ્તા આવેલા છે. તે રસ્તા પર પાણી નિકાસ માટે ના ગરનાળા મુકવામાં આવેલા છે તે ગરનાળા માં આવવા જવા માટે મોટા વાહન ચાલી શકે તેમ ન હોવાથી આ બાયપાસ ની બાજુમાં સર્વિસ રોડ ની ખાસ જરૂરિયાત હોવાથી આપ સાહેબ ને જોય તપાસી અને આ દાતરડી ગામનો આ પ્રશ્ન હલ થાય તેવી જરૂરી કાર્યવાહી કરવા વિનતી છે. જો આ અરજ ને તા. ૦૧/૧૨/૨૦૨૩ સુધીમાં નિણર્ય અમોની માંગણી પૂરી કરવામાં નહિ આવે તો ન છૂટકે દાતરડી ગામના લોકો તથા આજુબાજુ ગામના લોકોને આ હાઇવે રોડ ઉપર ઉપવાસ અંદોલન કરી રોડ રોકવાની ફરજ પડશે તો આ પ્રશ્ન હલ કરવા આપ સાહેબ ને દાત્તરડી ગ્રામ જનો આ આવેદન માં વિનંતી કરી હોવાનું જાણવા મળેલ છે

[wptube id="1252022"]
Back to top button