
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા દ્વારા “શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ” અંતર્ગત પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંચય, અને જળ સંરક્ષણ સમિતિ તથા ઉત્તર ડાંગ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે, ફોરેસ્ટ કેમ્પ સાઈટ-મહાલ ખાતે તા.08-02-2023 થી તા.09-02-2023 દરમિયાન બે દિવસિય “સ્વચ્છતા, પર્યાવરણ અને પ્રકૃતિ શિક્ષણ શિબિર” યોજવામા આવી હતી.
આ શિબિરમા કોલેજમા 25 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પ્રકૃતિ શિક્ષણ શિબિરના પ્રથમ દિવસે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તથા ટ્રેનર શ્રી ગણપતભાઈ દ્વારા પ્રકૃતિ વિશે રસપ્રદ રમતો રમાડી, વિશેષ સમજ આપવામા આવી હતી. દરેક વિદ્યાર્થીનો પરિચય કરાવી તેઓને વિવિધ ટુકડીઓમા વિભાજત કરવામા આવ્યા હતા. જેમા વિદ્યાર્થીઓએ પર્યાવરણ વિશે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. કેમ્પના બીજા દિવસે સવારે પ્રાર્થના, યોગાસન અને કેમ્પસ સફાઈ બાદ સમિતિના સભ્યો દ્વારા વન પરિભ્રમણનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ટ્રેનર દ્વારા તવલીના ખાસ જંગલ વિસ્તારમા ટ્રેકિંગ માટે લઈ જઈ જંગલના વિવિધ વૃક્ષો, નવસ્પતિઓ, પ્રાણીઓ તથા પક્ષીઓની વિવિધ જાતો, તેમની લક્ષણિકતાઓ, વનસ્પતિઓની ઉપયોગિતાઓ તથા વિશેષતાઓ વિશેની ઉંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.
ત્યારબાદ બૌદ્ધિક શેસનમા મનોવિજ્ઞાનના અધ્યક્ષ પ્રા.ડૉ.જે.એલ.ગાવિત દ્વારા “ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ સંરક્ષણ” વિશેની સમજણ આપવામા આવી હતી. કોલેજના સિનિય પ્રોફેસર પ્રા.અજીતભાઈ પટેલ દ્વારા જૈવિક વૈવિધ્યતા અને પ્રકૃતિ સંવર્ધન વિષય પર માહિતી આપવામા આવી હતી.
સમગ્ર શિબિરનુ સંચાલન પ્રા.દિલીપકુમાર એમ.ગાવિત દ્વારા કરવામા આવ્યુ હતુ. સાથે સમિતિના સભ્યો ડૉ.હેતલબેન કે.રાઉત અને પ્રા.ગણેશભાઈ નરભવર પ્રો. ઉમેશભાઇ હડશ શિબિરમા સક્રિય રીતે જોડાયા હતા.








