
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત હળવા અને મધ્યમ સ્વરૂપેનો વરસાદ નોંધાતા સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળવા પામી હતી, ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે નદી,નાળા, વહેળાઓ અને જલધોધ ફરી છલકાઈ ઉઠ્યા છે, તેવામાં મંગળવારે આહવા તાલુકાનાં મોટીદબાસ ગામની લલિતાબેન સોનિરાવભાઈ પવાર.ઉ.13 તેના સગાસંબધીઓ જોડે ગામ નજીક ખાપરી નદીનાં બીજા પારે આવેલ ખેતરમાં ડાંગરની રોપણી કરવા માટે ગઈ હતી,બાદમાં રોપણીનું કામ પુરૂ કરી મામા જોડે પરત મોટીદબાસ ગામે આવવા નીકળી હતી,તે દરમ્યાન આ કિશોરી ખાપરી નદીમાં ઉતરતા પુરમાં તણાઈ જવા પામી હતી,અહી કિશોરી ખાપરી નદીનાં ધસમસતા પુરમાં તણાઈ ગયાની જાણ ગ્રામજનોને થતા રેસ્ક્યુ હાથ ધર્યું હતુ,પરંતુ તણાઈ ગયેલ કિશોરીની લાશ મળી ન હતી, આજરોજ બીજા દિવસે તણાઈ ગયેલી કિશોરીની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી,હાલમાં સાપુતારા પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી પી.એમ કરાવી વધુ તજવીજ હાથ ધરી છે.
ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત હળવા અને મધ્યમ સ્વરૂપેનો વરસાદ નોંધાતા સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળવા પામી હતી, ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે નદી,નાળા, વહેળાઓ અને જલધોધ ફરી છલકાઈ ઉઠ્યા છે.
તસ્વીર- કાલ્પનિક








