
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે તંત્ર દ્વારા પ્રચાર સામગ્રી દુર કરવામાં આવી રહી છે. નવસારી શહેર-જિલ્લાની તમામ ચાર વિધાનસભા વિસ્તારમાં પ્રથમ દિવસે તંત્ર દ્વારા હોડિંગ્સો, પોસ્ટરો તેમજ દિવાલ પર દોરેલા ચિત્રોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નવસારી જિલ્લામાંથી પબ્લીક તથા ખાનગી સ્થળોએથી 436 વોલ પેઇન્ટિંગ, 471 પોસ્ટરો, 269 બેનરો તથા અન્ય 366 મળી કુલ 1542 પ્રચાર સામગ્રી દુર કરવામાં આવી હતી.
વિગતવાર જોઈએ તો જલાલપોર માંથી 320 , નવસારીમાંથી 292, ગણદેવીમાંથી 363 અને વાસદમાંથી 567 જેટલા વોલ પેઇન્ટિંગ, પોસ્ટરો, બેનર સહિતની પ્રચાર સામગ્રી દુર કરીને નવસારી જિલ્લામાં આદર્શ આચારસંહિતા સહિતા અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
[wptube id="1252022"]








