
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
શ્રી વલ્લભીપુર મહિલા મંડળ-સુરત દ્વારા આયોજિત ત્રિદિવસીય ચિંતન શિબિર તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુણૉ ખાતે યોજાઈ હતી.બ્રહ્મવાદિની હેતલ દીદીના સાનિધ્યમાં પ્રકૃતિ, સંસ્કૃતિ, અને જીવનની પ્રાથમિકતાના ચિંતન સાથે યોજાયેલી આ શિબિરમાં સુરતથી ૪૦ જેટલી મહિલાઓએ આશ્રમ ખાતે પહોંચી, આ ચિંતન શિબિરનો લાભ લીધો હતો.
ચિંતન શિબિરના મુખ્ય સંચાલક અલ્પાબેન કાકડીયા અને દેવુબેન ગોટીના માર્ગદર્શન હેઠળ, શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
દરમિયાન હેતલ દીદી દ્વારા જીવન ઉપયોગી માહિતી, જ્ઞાન સાથે ગમ્મત, યોગ, પ્રાણાયામ, અને સંગઠન મજબૂત કરવા માટેના ઉપયોગી મુદ્દાઓની ચર્ચા, અને જીવનમાં કોઈ પણ મુશ્કેલી હોય, અથવા તો જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય, તો તેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દીદીએ ‘ચિંતા એ ચિતા સમાન છે, પરંતુ ચિંતન એ જ ચિંતામણિ છે’ તેવું તેમના વક્તવ્યમાં જણાવ્યુ હતું.
જ્યારે પણ જીવનમાં મોકો મળે ત્યારે આવી જગ્યાએ, સમય કાઢીને જવું જોઈએ એવું અલ્પાબેન દ્વારા કહેવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન શિબિરાર્થી બહેનોએ શારીરિક અને માનસિક શાંતિનો પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.