AHAVADANG

ડાંગ જિલ્લા કલેકટર ડી.જે.જાડેજાની ગાંધીનગર ખાતે બદલી થઈ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લા કલેકટર ડી.જે.જાડેજાની અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસીંગ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે ચીફ ટાઉન પ્લાનર તરીકે બદલી થઈ….પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં જ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ડાંગ જિલ્લામાં કલેકટર તરીકે હાજર થયેલ ડી.જે.જાડેજા આઈ.એ.એસની ટૂંક સમયમાં જ બદલી થવા પામી છે.ડાંગ કલેકટર ધર્મેન્દ્રસિંહ જાડેજા ડાંગ જિલ્લામાં ઓક્ટોબર 2022માં કલેકટર તરીકે નિયુક્ત થઈ આવ્યા હતા.આજરોજ ગુજરાત સરકાર દ્વારા ડાંગ કલેકટર ડી.જે જાડેજાની અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે ચીફ ટાઉન પ્લાનર તરીકે બદલી કરી દેવાઈ છે.ડાંગ કલેકટર ડી.જે.જાડેજાની ચીફ ટાઉન પ્લાનર તરીકે બદલી થતા ડાંગ કલેકટરનો એડિશનલ ચાર્જ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વીપીન ગર્ગ આઈ.એ.એસને સોંપાયો છે..

[wptube id="1252022"]
Back to top button