MEHSANAVIJAPUR

વિજાપુર લીંબુ ના ભાવમાં ધરખમ વધારો થતાં લોકોનું બજેટ ખરવાયું

વિજાપુર લીંબુ ના ભાવમાં ધરખમ વધારો થતાં લોકોનું બજેટ ખરવાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં ઉનાળાની શરૂઆત થતા લીંબુ ના ભાવ માં તેમજ શાકભાજીના ભાવ ફળફળાદી ના ભાવ માં ધરખમ વધારો થતાં તહેવારો ના તાકરે જ લોકોના બજેટ ઉપર અસર પડી છે ઉનાળાની ગરમી માં લીંબુ શરબત માટે વપરાશ વધુ થતો હોય છે પરંતુ ભાવ વધારા ના કારણે સ્વાદ માં કડવાશ આવી ગઈ છે લીંબુ નો ભાવ હાલમાં રૂપિયા 100 થી 200 ના કીલો ના ભાવે વેચાઇ રહ્યુ છે સાતમા આસમાને પોહચેલા ભાવ ના કારણે લોકો ની ખરીદી પણ ઓછી થઈ રહી છે તો કેટલાક લીંબુ વગર ચલાવી રહ્યા છે મુસ્લીમ ભાઈઓ માટે રમજાન માસ માં રોજા છોડવા ના સમયે લીંબુ નો વપરાશ વધુ હોય છે પરંતુ ભાવ વધારા ના કારણે ખરીદવાનું ટાળી રહ્યા છે ગૃહિણીઓ ના જણાવ્યા મુજબ લીંબુ નો ભાવ વધુ તો સાથોસાથ શાકભાજી ના ભાવ પણ વધ્યા છે ભીંડા 60 રૂપિયા પ્રતિકીલો ચોળી 120 રૂપિયા પ્રતિકીલો ગિલોરી રૂપિયા 100 પ્રતિકીલો વેચાઈ રહી છે જેના કારણે ઘરનું બજેટ પ્રમાણે ઘર ચલાવવું ઘણું મુશ્કેલ બની રહ્યુ છે વેપારીઓ ના જણાવ્યા મુજબ લીંબુ ની આવક ઘણી ઓછી હોવાથી ઉનાળાના શરબત બનાવવા ઉપયોગ માં લેવાતુ લીંબુ નો ભાવ ગત વર્ષ કરતા વધારો જોવા મળ્યો છે અમદાવાદ સહીત લીંબુ અલગ અલગ તાલુકાઓ માંથી વેચાણ માટે લાવવામાં આવતુ હોય છે થોડા સમય પહેલા રૂપિયા 40 નો ભાવ હતો જે વધીને 180 થી 200 રૂપિયા પ્રતિકીલો પોહચ્યું છે જેથી લોકોને ભાવ વધારા નો માર સહન કરવા નો વારો આવ્યો છે

[wptube id="1252022"]
Back to top button