AHAVADANG

ડાંગ જિલ્લાની સિઝનલ હોસ્ટલોમાં ગેરરીતિ થતી હોવાની પ્રોજેકટ ડાયરેકટર ને લેખિત રજુઆત કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લા ખાતે વર્ષ ૨૦૨૨-૨૩નાં વર્ષમાં સિઝનલ હોસ્ટેલોમાં મોટા પ્રમાણ ગેરરીતિ આચરવામાં આવી હોવાની ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી..

ડાંગ જિલ્લાનસ જાગૃત નાગરિકો દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષના સિઝનલ હોસ્ટેલો અંગે આર. ટી.આઇ.હેઠળ વિવિધ માહિતી માંગવામાં આવી હતી.જે બાદ જવાબદાર અધિકારીઓ દ્વારા તે અંગેની માહિતી આપવામાં આવી હતી.પરંતુ માહિતીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે.જેને લઇને જાગૃત નાગરિકો દ્વારા મે. એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાના જાગૃત નાગરિક જમનાદાસ જીવલ વાઢુ(વાડેકર) અને મોતીલાલ સોમા ચૌધરી દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ નિવાસી સિઝનલ હોસ્ટેલની કાર્યપધ્ધતિ જેવા કે બાળકોની સંખ્યા, વાલીઓનું સંમતિપત્રક તથા બાળકો માટે સરકાર તરફથી ઉપલબ્ધ કરવામાં આવતો ખર્ચની માહિતી માંગવામાં આવી હતી.જે બાદ જવાબદાર અધિકારીઓ દ્વારા તે અંગેની સમગ્ર માહિતી આપવામાં આવી હતી. જાગૃત નાગરિકો દ્વારા માહિતીનો અભ્યાસ કરવામાં આવતા  ઘણીબધી ક્ષતિઓ બહાર આવી હતી અને ગેરરીતિ આચરવામાં આવી હોય તેવું જણાઇ આવ્યુ હતુ.ડાંગ જિલ્લાના ત્રણ તાલુકા છે. અને લગભગ દરેક તાલુકાની અંદર પ્રાથમિક શાળાઓ છે. ત્યાં સિઝનલ નિવાસી હોસ્ટેલ ચલાવામાં આવે છે.ત્યારે બાળકોના વિકાસના હેતુથી નિવાસી સિઝનલ હોસ્ટેલ ચાલુ કરવા ધોરણ ૧ થી ૧૦ સુધી ત્રણે તાલુકામાં પુરતા સંખ્યામાં ત્રણ કાયમી હોસ્ટેલની માંગણી કરવામાં હતી.તેમ છતાં કાયમી હોસ્ટેલ કરવામાં આવેલ નથી. અને હાલમાં હંગામી સિઝનલ હોસ્ટેલોથી આ કામ કરવામાં આવે છે.સિઝનલ હોસ્ટેલની મળેલ માહિતી મુજબ, વઘઈ તાલુકાની સિઝનલ હોસ્ટેલમાં સુબીર તાલુકાના બાળકો સિઝનલ હોસ્ટેલનો લાભ લે છે.ત્યારે પ્રશ્ન એ થાય છે કે, એવી જ્યાં સિઝનલ હોસ્ટેલો છે ત્યાંની શાળાઓમાં અમુક જગ્યાએ કાયમી હોસ્ટેલની વ્યવસ્થા પણ છે. તો આ બાળકો ખરેખર કાયમી હોસ્ટેલવાળી શાળામાં ભણે છે કે પછી સિઝનલ હોસ્ટેલમાં રહીને ભણે છે ? આ એક  તપાસનો વિષય બની ગયો છે.સિઝનલ હોસ્ટેલના બાળકોને નોટબુક, પેન્સિલ, રબર, છાપનાર, કમ્પાસ અને કલર પેન્સિલ તેમજ ઓઢવા પાથરવા, મેડિકલ ખર્ચ, ટુથ બ્રુસ,ટૂથ પેસ્ટ, નાહવા ધોવાનો સાબુ, કોપરેલ વગેરેનો ખર્ચ બાળકો પાછળ કરવાનો છે. તો બાળક દિઠ માત્ર રૂ।. ૪૦/- નો  ખર્ચ બતાવવામાં આવ્યો છે. તો આ બાબત અધુરી છે. તો શું બાળકો માટે ઓછા નાણાં ફાળવવામાં આવ્યા છે કે પછી અધિકારીઓ દ્વારા જ નાણાં ચાઉં કરવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર,સિઝનલ હોસ્ટેલના બાલમિત્રને રૂ।.૧૨,૦૦૦/- અને મુખ્ય રસોયાને રૂા.૯,૫૦૦/- અને મદદનીશને રૂ.૬,૫૦૦/- અને ચોકીદારને રૂા.૯,૫૦૦/- અને સ્વિપર (સફાઈ કામદારને )૪,૦૦૦/- મહિને નિયત કરેલ પગારનું ધોરણ  હોય છે.પરંતુ RTI – ૨૦૦૫ મુજબ મળેલ માહિતીમાં  નિયત ધોરણે પગાર ચુકવવામાં આવેલ નથી. તેમજ અમુક કેડરની નિમણૂંક કરેલ નથી. દા.ત.ચોકીદાર, સ્વિપર આ બાબતે પ્રશ્ન એ ઉત્પન થાય છે કે, સરકારે જે પણ સવલત માટે બજેટ ફાળવેલ હશે તે બચત હોવુ જોઇએ આ બાબત તપાસનો વિષય છે. જો સરકાર આટલો બધો ખર્ચ મંજુર કરે છે તો બાળકો માટે શું કામ એવી સવલતો પૂરેપુરી પુરી પાડવામાં આવતી નથી ?અમુક જગ્યાએ નિયમીત રેસિડન્ટ નિવાસી શાળાઓ છે અને છાત્રાલયો પણ છે. તો જે પણ સિઝનલ હોસ્ટેલો ૭ માસ માટે ચલાવામાં આવે છે. એમા જે વિદ્યાર્થી દર્શાવવામાં આવે છે. તે અને રેગ્યુલર નિવાસી શાળા અને હોસ્ટેલના બાળકો ખરેખર બેવડાતા જોવા મળી રહ્યા છે.  કારણ કે, માંગેલ માહિતી મુજબ કુલ વિધાર્થી ૬૦૪૯ બતાવેલ છે. તો પ્રશ્ન એ થાય છે કે, એટલા બધા સંખ્યામાં માયગ્રેશન લેબર જે શેરડીમાં કે અન્ય જગ્યાએ જાય છે. એ મુજબ સંખ્યા બતાવેલ સંખ્યામાં અનિયમિત જોવા મળી રહી છે કારણ કે, રેગ્યુલર બાળકો જેના વાલીઓ આવા કામે જતા નથી એવા બાળકો પણ આપેલ બાળકોની યાદીમાં જોવા મળી રહ્યા છે. અને ખરેખર આવી રીતે જો બાળકોને ખવડાવતા હોય અને એમને શિક્ષણ આપતા હોય તો ઘણું સારૂ પરંતુ આ તો સંખ્યામાં વધારો બતાવીને ખર્ચ કરવામાં આવી રહ્યો છે.ડાંગ જિલ્લા ખાતે જુન મહિના થી જ સિઝનલ હોસ્ટેલનું સંચાલન થાય છે. આવી હોસ્ટેલ ડાંગમાં કઈ કઈ જગ્યાએ ચલાવામાં આવે છે. અને એકંદર માહિતી મુજબ દરેક હોસ્ટેલમાં કુમાર -૫૦  તથા કન્યા-૫૦ નું સંખ્યા બળ ધરાવે છે. તો આ બાબતે પ્રશ્ન થાય છે કે, હોસ્ટેલનું સંચાલન આદિજાતિ વિકાસ કમિશ્નર, જિલ્લા પંચાયત શિક્ષણ શાખા, કે પછી સર્વશિક્ષા અભિયાનના ગ્રાન્ટમાંથી ખર્ચ કરવામાં આવે છે કે કેમ ? તેનું સ્પષ્ટીકરણ  RTI – ૨૦૦૫ મુજબના માંગેલ નિવાસી સિઝનલ હોસ્ટેલની માહિતી હજુ સુધી આપવામાં આવેલ નથી. તો શું જવાબદાર અધિકારીઓ દ્વારા કાયદાનું ભાન ભૂલીને પોતાના કાળા કામને છુપાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ? ત્યારે આ સમગ્ર મામલાને લઈને બંને જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર મે.એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ને લેખિતમાં રજૂઆત કરી ધ્યાન દોરી તપાસની માંગણી કરી છે..

[wptube id="1252022"]
Back to top button