
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામનાં વિદ્યાર્થીઓએ પ.પૂ.પી.પી.સ્વામીજીનાં માર્ગદર્શન હેઠળ દિલ્હીમાં પોતાના શૈક્ષણિક શાળા પ્રવાસ દરમિયાન આઈ.આઈ.ટી તથા નવા સંસદ ભવનની મુલાકાત કરી હતી.આ સાથે પ.પૂ.પી.પી.સ્વામીજી,વલસાડ ડાંગનાં સાંસદ ડૉ કે.સી પટેલનાં નેતૃત્વમાં શાળાનાં તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ દેશના વડા પ્રધાન નરેદ્રભાઈ મોદી સાથે પણ મુલાકાત કરી ફોટોસેશન કર્યું હતુ.ડાંગ જિલ્લાનાં સંતોકબા ધોળકીયા વિદ્યામંદિરનાં વિદ્યાર્થીઓ નવા સંસદભવન તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી ગૌરવની અનુભૂતિ કરી હતી..
[wptube id="1252022"]





