
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા બસ સ્ટોપ પર કેટલાક લુખ્ખા તત્વ દ્વારા રોમિયો ગીરી કરવામાં આવી રહી છે.જેના કારણે મહિલાઓ તથા બહેનોની સુરક્ષા જોખમાતી જોવા મળી રહી છે. ત્યારે આ રોમિયોગીરી કરતા લુખ્ખા તત્વને અટકાવવા માટે જી આર ડી હોમગાર્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે બહુજન સમાજ પાર્ટી એ આહવા પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી હતી.આહવા બસ ડેપો પર સાંજના સમયે 5:00 થી 8:30નાં ગાળામાં કેટલાક લુખ્ખા તત્વો રોમિયો ગીરી કરતા હોય છે.અને ઓળખાણ વગર બહેનોને ઇશારો કે નંબર માંગવાનુ કામ કરતા હોય છે.વધુમાં સાંજના સમય 7:30 થી 9:00 ના ગાળામાં અટવાયેલ બહેનોને આ રોમિયો અને લુખ્ખા તત્વો હેરાન કરતા હોય છે. તેમજ કેટલીક છોકરીઓ સાથે ગેરવર્તન થયેલ છે.પરંતુ હાઈસ્કુલમાં ભણતા હોવાથી અને આગળનુ ભવિષ્યની ચિંતા કરતા હોય જેથી એ બહેનોએ પોતાનું નામ ગુપ્ત રાખ્યુ છે.ત્યારે આસપાસમાં આવેલ દુકાનના કેમેરા ચેક કરવામાં આવે તો સમગ્ર ઘટના સામે આવે તેમ છે.તેથી આહવા પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને બસ સ્ટોપ પર જી.આર.ડી જવાન ફાળવવામાં આવે તેવી માંગ સાથે બહુજન સમાજ પાર્ટી દ્વારા આહવા પોલીસ મથકના પી.એસ.આઇને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ..





