AHAVADANGGUJARAT

ડાંગ: વન સંરક્ષણ કાયદો સુધારો બિલ ૨૦૨૩,સુધારો કાયદો ૨૨ પાછુ ખેંચવા અંગે કલેકટરને રજુઆત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વન સંરક્ષણ કાયદો સુધારો બિલ -૨૦૨૩ અને વન સંરક્ષણ કાયદો -૨૦૨૨ ને તાત્કાલિક ધોરણે પાછું ખેંચવામાં આવે અને વન અધિકાર કાયદો ૨૦૦૬નાં સંપૂર્ણ અમલ કરાવવામાં આવે તેવુ માંગ કરતુ આવેદનપત્ર ડાંગ જિલ્લા સાંગઠનિક કમિટી એસ. યુ.સી.આઇ.( સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા) દ્વારા ડાં  કલેકટરને આપવામાં આવ્યુ..પ્રાપ્ત વિગતો અનુસાર લાંબા સમયથી જંગલની જમીનનો ઉપયોગ રસ્તાઓ,રેલ્વે ટ્રેક, ઉદ્યોગો,ખાણ, ડેમ વગેરે જેવા માળખાકિય સુવિધાના નિર્માણ માટે કરવામાં આવી રહ્યો છે.જંગલની જમીનનાં ઉપયોગ  માટે આદિવાસીઓની સંમતી મેળવવી જરૂરી હોય છે.નજીકનાં વિસ્તારમાં તેમજ ગ્રામ સભાની પણ મંજુરી લેવાની હોય છે.જે  વન અધિકાર કાયદા-૨૦૦૬માં જણાવવામાં આવેલ છે.પરંતુ સરકાર દ્વારા આ કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.ભારત સરકારના પર્યાવરણ વન અને હવામાન પરિવર્તન મંત્રાલયે તાજેતરમાં વન સંરક્ષણ કાયદો ૧૯૮૬નાં નિયમોમાં ફેરફાર કર્યા છે,જેને ર૮ જુન, ૨૦૨૨ ના રોજ સુચીત કરવામાં આવ્યો છે.ખાનગી કંપન ઓને અન્ય હેતુઓ માટે જંગલની જમીન અપાવી વળતરરૂપ વનીકરણ માટે ભંડોળ એકત્ર કરવું વગેરેનો વન સંરક્ષણ કાયદા સુધારો બિલ-૨૦૨૩ સંસદમાંથી ચર્ચા કર્યા વગર પસાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આદિવાસીઓના વન અધિકારનાં દાવાઓ પર ધ્યાન આપશે નહી.વન અધિકાર કાયદો-૨૦૦૬ અને પૈસા કાયદાના અમલ માટે જવાબદાર કેંદ્ર સરકાર હવે તેની જવાબદારીમાંથી છટકી જવાના પ્રયાસ કરી રહી છે.જેમાં દેશના આદિવાસી વિસ્તારોમાંથી પહેલાથી જ ૧૦ લાખ આદિવાસીઓને જંગલ માંથી હાંકી કાઢવામાં આવ્યા છે,વન સંરક્ષણ કાયદો પુન: અમલીકરણ થી લાખો આદિવાસીઓ વિસ્થાપિત થશે તેમનું જીવન આજીવીકા સંસ્કૃતિ નાશ પામશે તેને બચાવવાનુ આજે ખુબ જ જરૂરી થઈ ગયુ છે.ત્યારે વન સંરક્ષણ કાયદો સુધારો બિલ -૨૦૨૩ તાત્કાલીક પાછો ખેંચવામાં આવે વન સંરક્ષણ કાયદો ૨૦૨૨ને પણ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તથા વન અધિકાર કાયદો ૨૦૦૬ને સંપુર્ણ લાગુ કરવામાં આવે એવી માંગ એસ.યુ.સી.આઈ. ( કમ્યુનિસ્ટ ) પક્ષ ડાંગ દ્વારા કરવામાં આવી રહી છે.વધુમાં  આદિવાસી વિસ્તારો માં પાંચમી અનુસુચિ તથા પૈસા કાયદો લાગુ કરવામાં આવે,આદિવાસીઓની જમીન પ્રવાસન ઉદ્યોગ તથા નોટીફાઈડ એરીયાને નો સોપવામાં ન આવે આદિવાસીઓને તેમના નિવાસ સ્થાનોથી વિસ્થાપન કોઇ પણ સંજોગોમાં ન કરવામાં આવે, ડાંગના આદિવાસીઓને જંગલની ગૌણ વન પેદાશો વાપરવા અધિકાર આપવામાં આવે,ડાંગના ખેડુતોને જમીન નાં કાયમી માલિકીનો હક આપવામાં આવે, શેરડી કમદારોનું શોષણ બંધ કરવામાં આવે અને તેમને લઘુતમ વેતન આપી તેમના બાળોકોને શિક્ષણ અને તેમને આરોગ્ય ની સુવિધા આપવામાં આવે અને લવચાલી થી ઘાણા રસ્તા બનાવવા માટે કેટલીયવાર રજુઆત કરી પણ આજ દીન સુધી રસ્તો બન્યો નથી. તે ચોમાસા પછી તરત બનાવવામાં આવે જો રસ્તો બનાવવામાં ના આવે તો લવચાલી પાસે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.તેમજ જારસોળ (પંપા સરોવર ) પ્રવાસન સ્થળ હોવાથી ખાતે  ગયા વર્ષે બસની માંગણી કરી હતી છતાં  હજુ સુધી બસ  ચાલુ કરવામાં આવેલ નથી,ત્યારે બસ ચાલુ કરવામાં આવે  જેનો રૂટ આહવા -સુબીર – પંપાસરોવર કરીને સવારે સાંજ બસ ચાલુ કરવામાં આવે તથા પંપાસરોવરમાં કોઈ પણ પ્રકારનું નેટવર્ક આવતું નથી જ્યાં બી.એસ.એન એલ નેટવર્ક ઉભુ કરવામાં આવે તેમજ આહવા સિવિલ હોસ્પીટલ તથા ડાંગની તમામ સી.એચ.સી.અને પી.એચ.સી. દવાખાનામાં દરેક પ્રકારની દવા તથા રશી ઉપલબ્ધ કરવામાં આવે તથા ખાલી પડેલ ડોક્ટોરોની જગ્યા ભરવામાં આવે ડાંગમાં મોટા ડેમ બનાવીને હજારો લોકોને બેઘર બનાવવામાં આવી રહ્યા છે તે અટકાવવામાં  તથા ડાંગના તમામ ગામડા ઓ માં પિવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે જેવી અનેક માંગણી  એસ.યુ.સી.આઈ (કમ્યુનિષ્ટ)એ ડાંગ જિલ્લાના રહીશો  વતી કરી હતી.તેમજ જો તમામ માંગણીઓ સંતોષવામાં ન આવે તો ડાંગ જિલ્લાના લોકોને સંગઠિત કરીને લોક આંદોલન જગાવવામાં આવશે એવી ચીમકી ડાંગ એસ. યુ. સી.આઇ. દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button