
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં એસ.પી યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ આહવા,વઘઇ, સૂબિર અને સાપુતારા પોલીસ મથકનાં પોલીસ કર્મીઓ દ્વારા જે તે વિસ્તારમાં ટ્રાફિક સપ્તાહ અંતર્ગત ચેકીંગ હાથ ધરાયુ હતુ.પોલીસની ટીમો દ્વારા માર્ગમાં મોટરસાયકલ પર ત્રિપલ સવારી કરનાર,સીટ બેલ્ટ,લાયસન્સ વગરનાં, તથા હેલ્મેટ વગરનાં અને પુરઝડપે હંકારનાર ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોને દંડ ફટકારી કાયદાનું ભાન કરાવ્યું હતુ. સાથે અકસ્માત ન સર્જાય તે માટે કાયદાનું પાલન કરવા માટે વાહનચાલકોને દિશા નિર્દેશન આપ્યા હતા..
[wptube id="1252022"]





