AHAVADANGGUJARAT

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈને ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ સાપુતારા ખાતેની તમામ ગેમિંગ એક્ટિવિટી બંધ કરાવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈને ડાંગ જિલ્લા  વહીવટી તંત્રની ટીમે ગિરિમથક સાપુતારા ખાતે રોપવે અને એડવેન્ચર પાર્કની કાર એક્ટિવિટીને નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી બંધ કરવાનો આદેશ આપ્યો, ગિરિમથક સાપુતારા ખાતે બે જેટલી એક્ટિવિટીઓમાં સેફટીનાં નિર્દેશનોમાં વિસંગતતા આવતા સંચાલકોને નવી સોપ મુજબ એનઓસી મેળવ્યા બાદ જ આ એક્ટિવિટી શરૂ કરવા માટે અનુરોધ કરતુ ડાંગ વહીવટી તંત્ર.

રાજકોટ અગ્નિકાંડને લઈને  નિમાયેલી રાજયકક્ષાની કમિટીએ સાપુતારા ખાતે સતત બીજા દિવસે ચેકીંગ હાથ ધર્યુ.અહી બે એક્ટિવિટીઓમાં વિસંગતા દેખાતા એનઓસી લઈ ચાલુ કરવા આદેશો આપ્યા..સાપુતારા 27-05-2024 રાજ્યનાં રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ સૌ કોઈને શોકમગ્ન બનાવી ગયો છે.રાજકોટનાં ગેમઝોનનાં  અગ્નિકાંડમાં  સંચાલકોની બેદરકારીનાં પગલે 28 જેટલા ઈસમો આગમાં ભડથુ થઈ જતા ગોઝારી ઘટના બની છે.રાજકોટની ગેમઝોન અગ્નિકાંડનાં મામલે હાઇકોર્ટે પણ સુમોટો લાગુ કર્યો છે.તેમજ રાજ્યમાં ચાલતી ગેમઝોન પ્રવૃત્તિઓ પર રોક લાગી જવા પામી છે.અને નિયમોનું ભંગ કરતી હોય તે એક્ટિવિટીઓ બંધ કરી દેવામાં આવી છે.ત્યારે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે પણ ડાંગ જિલ્લા વહીવટી તંત્રની નિમાયેલી કમીટીએ સતત બીજા દિવસે  પેરાગ્લાયડીંગ, બોટિંગ,એડવેન્ચર પાર્ક,રોપવે,બોટિંગ સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનાં સ્થળે સરપ્રાઈઝ મુલાકાત ગોઠવી ચેકીંગ હાથ ધર્યુ હતુ.ડાંગ જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી સાગર મોવાલીયા, સાપુતારા ચીફ ઓફિસર મેહુલભાઈ ભરવાડ,નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ,નાયબ મામલતદાર પી.વી.પરમાર, પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા,ફાઈર સેફટી ઓફિસર ગઢવી,જી.ઈ. બીનાં નાયબ કાર્યપાલક ઈજનેર પવાર સહીતનાં અધિકારીઓએ સાપુતારા ખાતે પેરાગ્લાયડીંગ,બોટિંગ,રોપવે,એડવેન્ચર પાર્ક,સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીની મુલાકાત લીધી હતી.આ કમીટીએ દરેક સ્થળોએ સરપ્રાઈઝ મુલાકાત ગોઠવી  ઈક્યુપમેન્ટ,વીજકનેક્શન,ફાઈર સેફટી સહિત અન્ય સાધન સામગ્રીનું ચેકીંગ હાથ ધરી સરકારનાં નીતિનિયમોનું પાલન થયુ છે કે કેમ તે ચકાસણી કરી હતી.જેમાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલ રોપવે રિસોર્ટમાં ફાઈરસેફટી અંગે વિસંગતા તથા સહ્યાદ્રી પાર્કમાં કાર એક્ટિવિટીમાં પણ વિસંગતતા દેખાતા વહીવટી તંત્રની ટીમે આ બન્ને એક્ટિવિટીને બંધ કરવા દુચના6 આપી હતી.સાથે બન્ને એક્ટિવિટીનાં સંચાલકોને સરકારની નવી ગાઈડલાઈનને અનુસરીને નવી સોપ મુજબ એન.ઓ.સી મેળવ્યા બાદ રાબેતામુજબ આ એક્ટિવિટી ચાલુ કરવા જણાવ્યુ હતુ.આ બાબતે ડાંગ જિલ્લાનાં સાપુતારા નોટિફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર મેહુલભાઈ ભરવાડે જણાવ્યુ હતુ કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને રાજય સરકાર દ્વારા પ્રવાસન સ્થળોએ દિશા નિર્દેશન જાહેર કર્યા છે.અમારી ટીમે  સતત બે દિવસથી ડાંગ જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા ખાતે એડવેન્ચર એક્ટિવિટીઓની સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી છે.સાપુતારા ખાતે કોઈ પણ ગેમઝોન એક્ટિવિટી ચાલતી નથી.સાપુતારા ખાતે પેરાગ્લાયડીંગ,બોટિંગ, રોપવે,એડવેન્ચર પાર્ક સહિત એડવેન્ચર એક્ટિવિટીઓ ચાલે છે.જેમાંથી અમોને રોપવે રિસોર્ટ અને એડવેન્ચર પાર્કમાં આવેલ નાના બાળકો માટેની કાર એક્ટિવિટીમાં થોડી ઘણી વિસંગતતા દેખાઈ આવેલ છે.જેથી હાલમાં આ બન્ને એક્ટિવિટી બંધ કરેલ છે.અને બન્ને એક્ટિવિટીનાં સંચાલકોને સરકારની ગાઈડલાઈન મુજબ એન.ઓસી રજૂ કરવા જણાવવામાં આવેલ છે.આ બન્ને એજન્સીઓને સેફટીની એન.ઓસી રજૂ કર્યા બાદ બન્ને પ્રવૃત્તિઓ ચાલુ કરવા માટે મંજૂરી આપવામાં આવશે..

[wptube id="1252022"]
Back to top button