DANGGUJARAT

DANG: ડાંગ જિલ્લા પ્રા.શૈ.મહાસંઘ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીને શુભેચ્છા પાઠવવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
હાલમાં જ ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા કલાસ ટુ અધિકારીઓને જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.ડાંગ જિલ્લામાં પણ ઘણા સમયથી ખાલી પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીની જગ્યા પર કાયમી શિક્ષણ અધિકારીની નિમણુક થઈ છે.ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે જીજ્ઞેશભાઈ ત્રિવેદીની નિયુક્તિ થતા ડાંગ જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક સંઘનાં હોદેદારો દ્વારા નવનિયુકત પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.તેમજ  ભારતમાતાનો ફોટો અને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.જેમાં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિવ્યેશભાઈ પટેલ,મહામંત્રી ચિંતન પટેલ સહિત અઘ્યક્ષ હરેશભાઈ ભોયે,મહામંત્રી અનિલભાઈ વાઘ,ઉપાધ્યક્ષ મિલનભાઈ ચૌધરી,
સંગઠનમંત્રી વિનોદભાઇ ભોયે, સહસંગઠન મંત્રી મહેશભાઈ પરમાર અને ડાંગ જિલ્લા પ્રાથમિક શૈ.મહાસંઘની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.અહી નવનિયુક્ત જિલ્લા શિક્ષણ અધિકારીએ સંગઠનનાં બધાજ હોદેદારોને ખુબ આવકાર આપ્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ શિક્ષકોના કોઈ પણ પ્રશ્ન હોય તો  સાથે મળીને ઉકેલ લાવીશું એવી બાહેંધરી આપી હતી…

[wptube id="1252022"]
Back to top button