AHAVADANGGUJARAT

Dang: સરકાર દ્વારા ૧૪૭ સાંસદોને સસ્પેન્ડ કરતા આહવા સેવા સદન ખાતે ડાંગ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભાજપ સરકાર દ્વારા ૧૪૭ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જેને લઇને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા સેવા સદન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ૧૪૭ સાંસદો ને સસ્પેન્ડ કરવા આવેલ હતા.ત્યારે સરકાર દ્વારા લોકશાહી પર અભૂતપૂર્વ હુમલો કરવામાં આવેલ હોવાના આક્ષેપ થતા જોવા મળી રહ્યા છે.કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહોમાંથી ૧૪૨ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે.લોકશાહી સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવવામાં આવેલા આ નિર્લજ્જ કૃત્યએ  સંસદને મૃત અવસ્થામાં ફેરવી દીધી છે.દિલ્હી ખાતે બોલાવવામાં આવેલી ઈન્ડિયા એલાયન્સ પાર્ટીઓની બેઠકે સંગઠિત એકતા સાથે પ્રતિસાદ આપવાનું નિશ્ચિતપણે નક્કી કર્યું છે.ત્યારે સમગ્ર મામલાને લઇને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા  જીલ્લા સેવાસદન આહવા ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મુકેશભાઈ ચંદરભાઈ પટેલ પ્રમુખ, ડાંગ જીલ્લા માજી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી, ડાંગ જીલ્લા પ્રમુખ IT સેલ મનીષભાઈ મારકણા,ડાંગ જિલ્લા કોંગ્રેસ,ગીતાબેન પટેલ સદસ્ય, ડાંગ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા,  રાકેશભાઈ પવાર પ્રમુખ, ડાંગ યુવક કોંગ્રેસ, કિશોરીબેન આર. ચૌધરી, સ્નેહલભાઈ ઠાકરે કાર્યકારી પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..

[wptube id="1252022"]
Back to top button