
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સાથે, પ્રજ્ઞા મંદિર અંધજન શાળા-શિવારીમાળ ખાતે ‘રામ મહોત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો.
દેશવાસીઓમાં રહેલી પ્રભુ પ્રત્યેની અદમ્ય ચાહના, શ્રદ્ધા અને ભક્તિનું તાદશ્યરૂપ વિશ્વ આખુ નિહાળી ગદગદ થઈ ઉઠ્યું છે. ત્યારે દંડકારણ્યની ભૂમિ એવા ડાંગ જિલ્લાના વધઇ તાલુકામા આવેલા શિવારીમાળ ખાતેના પ્રજ્ઞા મંદિરમા અહીંના બાળકો દ્વારા ‘રામ મહોત્સવ’ કાર્યક્રમની ઉજવણી કરવામા આવી હતી.પ્રજ્ઞા શાળાના બાળકોએ ભક્તિમય ભાવ સાથે પ્રભુ શ્રી રામ, લક્ષ્મણજી, માતા સીતાજી, અને હનુમાનજી તથા માં શબરીના પાત્રો ભજવ્યા હતા. સાથે “શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ”નો જીવંત કાર્યક્રમ બાળકો માટે પ્રસ્તુત કરાયો હતો. ભાવસભર ભજન અને શ્રી રામ દર્શનનો કાર્યક્રમ પણ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમમા શાળાના શિક્ષકો તથા વૈદેહિ આશ્રમના મહારાજશ્રી ઉપસ્થિત રહ્યા હતા.