
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અયોધ્યા ખાતે પરમ પુરષોતમ પ્રભુ શ્રીરામ આગમનના શુભ-મહાપર્વના અનુસંધાને દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દેશવાસીઓને તારીખ 14 થી 22 જાન્યુઆરી દરમિયાન મંદિરો અને તીર્થસ્થળોની સાફસફાઈ કરવા જનઅભિયાન આદરવાનું આહ્વાન કર્યું છે.ડાંગ જિલ્લાના આહવા સ્થિત દંડકેશ્વર મહાદેવ મંદિર ખાતે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ની નેમ સાથે ડાંગ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી હરિરામભાઇ સાવંતના અધ્યક્ષતા હેઠળ મંદિરની સાફ-સફાઈ કરવામાં આવી.
જે કાર્યક્રમમાં ડાંગ ભારતીય જનતા પાર્ટીના મંત્રી સરલાબેન, જિલ્લા સદસ્ય નીલમબેન ચૌધરી,તાલુકા સદસ્ય નયનાબેન પટેલ,આહવા સરપંચશ્રી હરિચંદભાઈ ભોયે,સોશિઅલ મિડિયા કન્વીનર જીગરભાઈ પટેલ,અગ્રણી કાર્યકર્તા અશોકભાઇ બચ્છાવ,દીપકભાઈ પટેલ,નરેન્દ્રભાઈ ગાવિત,યુવા આગેવાન સંજયભાઇ પાટીલ,સિધાર્થભાઈ હીરે,આહવા ગ્રામ પંચાયતના સદસ્યશ્રી રાહુલ બચ્છાવ,મનીષાબેન,મહેન્દ્રભાઈ સહિતના કાર્યકરો સાફ સફાઈ જન અભિયાનમાં જોડાયા હતા.





