દાહોદ જિલ્લામાં જન સંપર્ક અભિયાનના અંતિમ તબક્કા ચિલકોટામાં યોજાયું મહિલા સંમેલન અને ઘર ઘર સંપર્ક

તા.૨૬.૦૬.૨૦
૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લામાં જન સંપર્ક અભિયાનના અંતિમ તબક્કા ચિલકોટામાં યોજાયું મહિલા સંમેલન અને ઘર ઘર સંપર્ક
સમગ્ર ભારતમાં સંપર્ક થી સમર્થન અને જન સંપર્ક અભિયાન , ઘર ઘર સંપર્ક કાર્યક્રમો મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાની ઉજાણી ના ભાગ રૂપે સમગ દેશમાં ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે ત્યારે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાતા કાર્યક્રમો અંતર્ગત આજે લીમખેડા વિધાનસભામાં આવેલ ચિલાકોટા ગામે મુખ્ય શાળામાં તમામ બુથો ની મહિલાઓ નું સંમેલન દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં તેમના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું
આ મહિલા સંમેલનમાં સાંસદ જસવંતસિંહ દ્વારા મહિલાઓ સાથે મોદી સરકારની વિવિધ યોજનાઓ ની ચર્ચા કરી હતી અને આ યોજનાઓનો લાભ બધાને મળે છે કે કેમ તે બાબતે પૂછતા મહિલાઓ એ જણાવ્યું હતું કે દરેક યોજનાઓ ના લાભ પુરે પુરો મળે છે અને અમે સરકારના કામ થી ખુશ છીએ . અને ત્યાર બાદ સાંસદ જસવંતસિંહ અને સરપંચ જિલ્લા સભ્ય સાથે કોટવાળ ફળિયા અને ડામોર ફળિયામાં ઘર ઘર સંપર્ક કર્યો હતો અને 9વર્ષના વિકાસ કર્યો અંગે માહિતી પુસ્તિકા નું વિતરણ કર્યું હતું








