GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ઉર્દુ શાળા સ્થાપના નેં ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં શાળા પરિવાર દ્વારા શતાબ્દી મહોત્સવ રંગેચંગે ઉજવાયો

તારીખ ૨૫/૧૨/૨૯૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના શિક્ષણ સમિતિ હસ્તક ની ઉર્દુ પ્રાથમિક શાળા વેજલપુર તાલુકા કાલોલ ને સ્થાપના ને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની શાનદાર રીતે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાનો ૧૦૦ વર્ષનો ટૂંકો ઇતિહાસ શાળાના આચાર્ય હબીબુલ્લાહ ઈસ્માઈલ સમોલ એ રજૂ કર્યો હતો.અને ૨૨/૧૨/૧૯૨૩ ના રોજ બ્રિટિશ સમયમાં ૩૨ બાળકો અને બાળ વર્ગ થી શરૂ થયેલ આ ઉર્દૂ શાળામાં આજે બાલવાટિકા થી ધોરણ આઠ સુધીમાં ૯૯૧ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.સદર શાળામાં અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રે આગળ વધેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં અગાઉ સેવા આપી ચૂકેલ નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સદર ઉજવણીમાં શાળાના શિક્ષકો દ્વારા તૈયાર કરાવેલ શાળાના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, બાળગીતો,કવ્વાલી,બાળ નાટકો, વેશભૂષા,એકપાત્રીય અભિનય, વિધાનસભા પાત્ર,હાસ્ય સમાચાર જેવા કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં અધ્યક્ષ સ્થાને પ્રખર વક્તા એવા મૌલાના શોએબ ચીમાજી,અતિથિ વિશેષ તરીકે ગોધરાના ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી,ગુજરાત વકફ બોર્ડના સભ્ય સોફિયાબેન જમાલ,ગુજરાત ભાજપ પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી સઈદખાન પઠાણ તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતના સભ્યો સી.આર.સી કોઓર્ડીનેટર દિનેશભાઈ પગાર કેન્દ્રના આચાર્ય કંચનભાઈ,કે.કે.હાઇસ્કુલ વેજલપુર પરિવાર,સર્વોદય લઘુમતી શાળા પરિવાર અન્ય શાળાના આચાર્યો શિક્ષકો જિલ્લાની અનેક શાળાઓમાંથી આવેલ શિક્ષકો એસ.એમ.સી.ના સભ્યો ગ્રામજનો સમાજના આગેવાનો ગ્રામ પંચાયત ના માજીસરપંચો,સભ્યો અને વિશાળ સંખ્યા માંબાળકોના વાલીઓ ઉપસ્થિત રહી શાળાના શિક્ષકોની કામગીરી બિરદાવી હતી અને ઉપસ્થિત સૌ એ બાળકો તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.અને અંતે રાષ્ટ્ર ગીત સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button