
તા.20.02.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ તાલુકાના ચોસાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો
પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ટીબીના ૧૬ દર્દીઓને દત્તક લીધા : પોષણ કીટનું વિતરણ પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત આજ રોજ દાહોદ તાલુકાના ચોસાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ધારાસભ્ય
કનૈયાલાલ કિશોરીના અઘ્યક્ષ સ્થાને જન આરોગ્ય સમિતિની મીટીંગ યોજાઈ હતી
તેમજ ટીબી ના દર્દીઓ ને પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા કુલ ૧૬ ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની અંદર જીલ્લા સભ્ય, તાલુકા સભ્ય, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, સરપંચશ્રી તેમજ તમામ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા
આ કાર્યક્રમમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ટીબીના કુલ ૧૬ દર્દીઓને દત્તક લઈ તેમને ન્યુટ્રીશન કીટનું વિતરણ કર્યુ હતું આમ પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય અને ટીબીના દર્દીઓને મદદરૂપ થાય








