DAHOD

ગરબાડા પોલીસે છેલ્લા એક વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા મધ્ય પ્રદેશ ના આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો

તા.૨૧.૦૪.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ગરબાડા પોલીસે છેલ્લા એક વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા મધ્ય પ્રદેશ ના આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો

ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એલ પટેલ તેમજ અ.હે.કો. ચંદ્રકાંત લક્ષ્મણભાઈ સહિત પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે પીપલોદ પોલીસ મથકના પ્રોહબિશન ના ગુનાનો આરોપી લખો ઉર્ફે લખનભાઈ મગનભાઈ બિલવાળ રહે ડુંગળાવાણી સેજાવાડા તા.ભાભર જી.અલીરાજપુર નાઓ તેના ઘરેથી પેસેન્જર વાહનમાં ગરબાડા બજારમાં આવનાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે ગરબાડા ભાભરા ચોકડી ઉપર વોચ તપાસમાં હતા તે દરમિયાન આરોપી લખનભાઇ પેસેન્જર વાહનમાં આવતા આરોપી લખન ને પકડી પાડી જેલ ભેગો કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

[wptube id="1252022"]
Back to top button