DAHOD

દાહોદ શહેરમાં રાવળ સમાજના સ્મશાનના ડેવલપમેન્ટ નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું 

તા.૧૧.૦૪.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ શહેરમાં રાવળ સમાજના સ્મશાનના ડેવલપમેન્ટ નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

દાહોદ શહેર વોર્ડ નં ૯ ના પડાવ વિસ્તાર મા ૪૩ લાખ ના ખર્ચે રાવળ સમાજ ના મુક્તિધામ નુ ડેવલોપમેન્ટ નુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું

દાહોદ શહેરમાં રાવળ સમાજની ખૂબ લાંબા સમયથી માંગણી હતી કે દાહોદ શહેરના વોર્ડ નં 9માં આવેલ રાવળ સમાજનું સ્મશાન ડેવલપમેન્ટ ને ઝંખી રહ્યું હતું અને આ પડતર માંગણી ને અને આગેવાનો ની રજૂઆતો ને ધ્યાને લઈ 15માં નાણાં પાંચ અંતર્ગત નગર પાલિકા દ્વારા લેવાય કામને મંજૂરી આપતા આજે દાહોદ વનખંડી હનુમાન મંદિર ની સામે આવેલ સ્મશાન ના ડેવલપમેન્ટ નું ખાતમુહૂર્ત દાહોદ નગર સેવા સદનના પ્રમુખ રીના પંચાલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ નગર પાલિકા પક્ષના નેતા રાજેશ શેહતાઈ, સુધીર લલપુરવવાળા, સંતોષબેન, ચંદ્રકાંતાબેન ધાનકા, દિપેશ લાલપુરવાળા , રાવળ સમાજના પ્રમુખ નગીનભાઈ તથા આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્ય શરૂ થતાં રાવળ સમાજના લોકોમાં ખુશી ની લહેર દોડી ગઈ હતી

[wptube id="1252022"]
Back to top button