
તા.૦૫.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકાના ઠાકોર ફળિયા આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં 5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિનના અનુસંધાનમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એક દિવસ શિક્ષક બનીને શૈક્ષણિક કાર્ય કર્યું હતું. પ્રાથના સભાથી માંડીને તમામ તાસ પ્રમાણે શૈક્ષણિક કાર્ય કર્યું હતું. શાળાના સ્ટાફ દ્વારા નિરીક્ષણ કરીને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય દિલીપકુમાર એચ. મકવાણાએ શિક્ષક દિનની વિસ્તૃત માહિતી આપી હતી. શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં હોતા હૈ.. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે માહિતી આપવામાં આવી હતી. એક દિવસીય શિક્ષક બનેલ વિધાર્થીઓએ પોતાના અનુભવ વિશે માહિતી આપી હતી. શિક્ષક દિનમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ તરીકે બોલપેનો આપવામાં આવી હતી. તમામને શિક્ષક દિનની શાળાના આચાર્ય દ્વારા શુભેચ્છા પાઠવી હતી.








