લાખણી તાલુકાના કોટડા ની આદર્શ વિદ્યાલય મા 10અને 12 ધોરણ નો દિક્ષાંત સમારોહ યોજાયો
નારણ ગોહિલ લાખણી
આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો .
આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ડો.રીટાબેન, હિરેનભાઈ પટેલ પ્રમુખશ્રી મહિલા પાંખ અખિલ ભારતીય આંજણા સમાજ મહા સભા, ઉપપ્રમુખ નારી સંરક્ષણ ગૃહ સમાજ કલ્યાણ વિભાગ પાલનપુર જેવા અનેક પદો પર રહી સેવા નિભાવી રહ્યા છે તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સંસ્કાર ની ખૂબ જ સુંદર સમજ આપી અને બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે શાળાના પ્રમુખશ્રી દલાભાઈએ ધોરણ 10 અને 12 ના બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી .શાળાના આચાર્ય હિમાંશુભાઈ સુતરીયાસાહેબે પોતાની આગવી અદાથી વિદ્યાર્થી ઓને શુભેચ્છાઓ પાઠવી હતી કોટડા પ્રાથમિક શાળાના આચાર્ય શિવાજી રાજપુત, સામાજિક આગેવાન એલ.વી કરડ, ગ્રામજનો ,વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ખુબ સફળ બનાવ્યો હતો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ શાળાને કેટલીક ભેટો આપી હતી સમગ્ર સ્ટાફના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો