સંજેલી ની ન્યુ પાર્થ ક્લાસીસ સંજેલીના સંચાલક દિલીપકુમાર મકવાણાએ વિદ્યાર્થીઓને લૂ થી બચવા માટેના ઉપાયો વિશે સમજ આપી

- તા.૧૩.૦૫.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી ની ન્યુ પાર્થ ક્લાસીસ સંજેલીના સંચાલક દિલીપકુમાર મકવાણાએ વિદ્યાર્થીઓને લૂ થી બચવા માટેના ઉપાયો વિશે સમજ આપી
સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાં જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ ક્લાસ હાલ કાર્યરત છે જેમાં ઉનાળા વેકેશન દરમિયાન આજુબાજુના ગામોમાંથી વિદ્યાર્થીઓને નવોદય, એકલવ્ય, શિષ્યવૃત્તિ, કોમન પ્રવેશ પરીક્ષા, સૈનિક સ્કૂલ પરીક્ષા તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે.
જ્ય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા તાલીમ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લુ લાગવાના કારણો અને ઉપાયો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. એસી કે કૂલરનીઠંડી જગ્યા માંથી તાત્કાલિક ગરમ સ્થળ પર જવું જોઈએ નહિ તેના કારણે લૂ લાગવાની સમસ્યા થઈ શકે છે – ગરમીના દિવસોમાં વારંવાર પાણી પીવું, જેથી શરીરમાં પાણીની માત્રા ઓછી ન થાય, ભૂલથી પણ બહાર થી આવીને સીધું પાણી ન પીવો, કેરીનું સેવન, કોથમીર વાળું પાણી તેમજ લીંબુ શરબત તેમજ લીલું નાળિયેરનું પાણી પીવું જોઇએ એવી સમજ આપવામાં આવી હતી. ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્ય શ્રી અશ્વિનભાઈ સંગાડા દ્વારા લૂ લાગવાના લક્ષણ જેવા કે માથાનો દુખાવો, ઉબકા આવવા, ચકર આવવા, આખે અંધારા આવવા, શરીરનું તાપમાન વધવું, ચામડી લાલ થવી, થાક લાગવો અને ઝાડા ઉલ્ટી થવી તેવા લક્ષણ છે તેની સમજ આપવામાં આવી હતી. મકવાણા રાજુભાઈ મકવાણા દ્વારા લૂ થી બચવા માટે પાણીનો ઉપયોગ અને તડકામાં બહાર ન નીકળવું, સુતરાઉ કાપડ તેમજ આછા ઢીલા કપડાં પહેરવા એવી માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. આમ ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા આમ ન્યુ પાર્થ ક્લાસના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ લૂ થી બચવાના ઉપાયો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.








