DAHOD

ઝાલોદ તાલુકાના વરોડ સેજાના લીમડી મોરીની આંગણવાડી કેન્દ્રમા “પોષણ પખવાડીયા” ઉજવણી કરાઈ

તા..૨૭.૦૩.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ તાલુકાના વરોડ સેજાના લીમડી મોરીની આંગણવાડી કેન્દ્રમા “પોષણ પખવાડીયા” ઉજવણી કરાઈ

આવો આપણે સૌ “ અન્ન’ ઉપયોગ થી સુપોષીત ગુજરાત નિર્માણ કરીએનો સંકલ્પ દાહોદ જિલ્લાના ઝાલોદ આઇ. સી. ડી.એસ. ઘટક-2મા લીમડી મોરીની આંગણવાડીમા પોષણ પખવાડિયા ઉજવણી કરાઈ

સરકાર દ્વારા આંગણવાડીઓમા પોષણ પખવાડિયા તરીકે ૨૦ માર્ચ થી ૩ એપ્રિલ સુધી ઉજવણી જાહેર કરેલ હોય તે અંતર્ગત આવો સૌ સાથે મળીને અન્ન ના ઉપયોગ થી સુપોષીતનિર્માણ કરીએના સંકલ્પ સાથે બાળ વિકાસ યોજના અધિકારીના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝરના સંકલનથી આંગણવાડી કેન્દ્રો પર પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી.

 

પોષણ પખવાડિયાની થીમ મુજબ સગર્ભા ધાત્રી બહેનો ને આરોગ્ય પોષણ મિલેટ માંથી બનતી વાનગી સમજ તેમજ કિશોરીઓને અને કિશોરોઓને અન્નના ફાયદા અને ઉપયોગ વિષે જાણકારી આપવામા આવી હતી. અન્ન એટલે ઘઉ અને ચોખા કરતા અનેક ગણા સ્વાસ્થ્ય અને પોષક તત્વો થી ભરપૂર છે તે બાબતે જણાવેલ હતુ

આ “પોષણ પખવાડિયા” કાર્યક્રમમા સુપરવાઇઝર લલિતાબેન ડામોર હાજર રહી ને કિશોરીઓ,સગર્ભા ધાત્રી માતાઓને આઇ. સી.ડી.એસ. અને સરકારની યોજનાકોય પોષણ પખવાડિયા ફાયદાઓ જણાવેલ હતા. સુપોષીત નિર્માણ નો આંગણવાડી વર્કર બહેનો, હેલ્પર,મુખ્યસેવીકા સંકલ્પ કર્યા હતો અને સાથે આંગણવાડી કેન્દ્ર પર સગર્ભા માતા દર્શાવતી રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button