
વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
આર્ટ્સ કૉલેજ ફતેપુરા ખાતે કવિ નર્મદ- જ્યંતિ તથા ગુજરાતી ભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવી.કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો.પીયુષ.ડી.પરમાર સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ને કવિ નર્મદ તથા ગુજરતી ભાષાનું મહત્ત્વ વિશે માર્ગદર્શન આપવમ આવ્યું.આ કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના ૧૯ વિદ્યાર્થીઓ દ્વારા કવિ નર્મદ તથા માતૃભાષા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.જેમાં નર્મદનું જીવન,કવન વિષયક વાત કરવામાં આવી.ગુજરાતી ભાષા દિવસ કેમ ઉજવામાં આવે છે તેના વિશે ચર્ચા થઇ.ઉપરાંત ગુજરાતી ભાષાની વિવિધ રચનાઓનું પઠન કરવામાં આવ્યું.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો.પીયુષ.ડી.પરમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ સેમ.૫ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી.
[wptube id="1252022"]