

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર ના જન્મદિવસ નિમિત્તે ફતેપુરા તાલુકામાં વિવિધ જગ્યાએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ફતેપુરા તાલુકા ના વડવાસ ગામે પંચમુખી લીમડા હનુમાનજી મન્દિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું હતું અને સાંસદશ્રી ના લાંબા આયુષ્ય અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ ફતેપુરા મણિકાકાની વાડી ખાતે મહાદેવની આરતી કરી કાર્યકરોનું મોઢું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી. ફતેપુરા આર્ટ્સ કોલેજ ખાતે કેક કાપી અને વિધવા બહેનોને સાડીઓ વિતરણ કરવામાં આવી હતી. ત્યારબાદ કુંવારીકાઓને વૃક્ષના છોડ આપવામાં આવ્યા હતા અને કોલેજના ગ્રાઉન્ડમાં સાંસદના 58માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે 58 વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું. આર્ટ્સ કોલેજ ખાતે પોતાના વક્તવ્યમાં પ્રદેશ આદિજાતિ મોરચાના ડો.અશ્વિન પારગી એ જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકાના વિકાસ માટે સાંસદ શ્રીનો પહેલાથી સિંહ ફાળો રહેલો છે. આર્ટ્સ કોલેજ ફતેપુરા ખાતે યોજાયેલ કાર્યક્રમોનું સમગ્ર સંચાલન ફતેપુરા આર્ટ્સ કોલેજના સ્ટાફ અને કરોડીયા-પૂર્વ ગ્રામપંચાયતના ડે.સરપંચ હિતેશ કલાલ, ગ્રામપંચાયતના સભ્યો, સામાજીક કાર્યકર તારેશ્વર નિનામાં દ્વારા કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમોમાં ભાજપાના પ્રદેશ આદિજાતિ મોરચાના ડો.અશ્વિન પારગી,સામાજીક કાર્યકર મુકેશ પારગી ઉર્ફે ટીનાભાઈ, દાહોદ જિલ્લા વ્યવસાયિક સેલના પંકજ પંચાલ, ફતેપુરાના અગ્રણી કપિલ નહાર, વડવાસ ગ્રામપંચાયતના સરપંચ, ગ્રામપંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, લઘુમતી મોરચાના ફારૂક ગુડાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.








