ફતેપુરા તાલુકાના મારગાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દવારા ટીબીના કુલ12 દર્દી ને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું

તા.03.03.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ફતેપુરા તાલુકાના મારગાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દવારા ટીબીના કુલ12 દર્દી ને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધિયોગીક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અન્વયે આજ રોજ તા 03/03/2023ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારગાળા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ સુરેશ અમલિયાર મેડિકલ ઓફિસર ડૉ વિનોદ ડિંડોર તાલુકા ટીબી સુપરવાઈઝરન આરોગ્ય સુપરવાઈઝર એમ.પી.એચ.ડબલ્યુ , સી.એચ.ઓ, ફિમેલ હેલ્થ વર્કર દવારા નિક્ષય મિત્ર બનીને કુલ 12 ટીબીના દર્દીઓ ને દત્તક લઇને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી તથા તેઓ દવારા કોમ્યુનિટી માથી વધુ લોકો નીક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને અપનાવે એવું આહવાન કરવામાં આવ્યું
આમ માન. પ્રધામંત્રીના
ટીબી મુકત ભારત અભિયાન ને સફળ બનાવવા માટે દરેક વ્યકિત જોડાય તેવું આહવાન કર્યુ હતું








