સંજેલી ની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ખાતે એકલવ્ય પરીક્ષાની તૈયારી માટેના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું

તા.૨૦.૦૩.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી ની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ખાતે એકલવ્ય પરીક્ષાની તૈયારી માટેના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ પ્રેરિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી ખાતે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ પરીક્ષાની તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને એકલવ્યના પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે આજુ બાજુના ગામોમાંથી જે અનાથ બાળકો એકલવ્યની પરીક્ષા આપવાના હોય તેમને વિનામૂલ્યે માર્ગદર્શન અને પુસ્તકો આપવામાં આવશે એવું ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર મકવાણાએ જણાવ્યું હતું. ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ મોરાના સંચાલક શ્રી અશ્વિનભાઈ સી. સંગાડા દ્વારા એકલવ્ય પરીક્ષાની તૈયારી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને સારામાં સારા ગુણ કેવી રીતે મેળવી શકાય એ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.








