દાહોદની આઈ.ટી.આઈ નજીક એસટી બસના ચાલકે મોપેડ ગાડીના ચાલકને અડફેટમાં લેતા મોપેડ ગાડી ચાલકનું મોત

તા.૧૯.૦૬.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદની આઈ.ટી.આઈ નજીક એસટી બસના ચાલકે મોપેડ ગાડીના ચાલકને અડફેટમાં લેતા મોપેડ ગાડી ચાલકનું મોત નીપજાવી ફરાર થયેલા એસટી બસ ચાલકને પકડવા પોલિસ જોતરાઈ
દાહોદ તાલુકાના છાપરી ગામે રહેતો સંજય કિશોરી નામનો યુવક મોપેડ ગાડી લઈને તેની સાસરીમાં નગરાલા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે દાહોદના આઈ.ટી.આઈ નજીકથી તે મોપેડ ગાડીના ચાલકને પાછળથી આવતી એસટી બસના ચાલકે તેને ટક્કર મારી જમીન ઉપર પાડી દેતા તેને માથાના ભાગે તેમજ શરીરના ભાગે એસટી બસનું ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે તેની ડેડબોડીને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી અને આ ઘટનાની જાણ છાપરી ગામે તેના પરિવારજનોને તથા તેના સગા સંબંધીઓને કરાતા તેઓ પણ આઈ.ટી.આઈ નજીક દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને એસટી બસનો ચલાક અકસ્માત સર્જી બસ ડેપો ખાતે પણ લઈને ન ગયો હતો અને ત્યાંથી પણ બસ ચાલક ફરાર થઈ જતા પોલીસની ટીમ એસટી બસના ચાલકને પકડવા માટેની કાર્યવાહીમાં જોતરાઈ હતી