
તા.14.02.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદ તાલુકાના લીમડી જીવનજ્યોત વિધ્યાલયમાં શહિદ દિનની ઉજવણી કરવામાં આવી
બાળકોમાં દેશભક્તિ જાગૃત થાય તેમજ દેશના જવાનો પ્રત્યે આદરભાવ જાગે તેવો આશય
આજરોજ જીવન જ્યોત વિદ્યાલયમાં વેલેન્ટાઇન નહીં પરંતુ બ્લેક ડે નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપી મોન પાડવામાં આવ્યું હતું. ૧૪ મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન દિવસ સમગ્ર ભારતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના ઉત્સવ પાછળ આંધળી દોટ મૂકી પ્રેમ પ્રેમના ગીતો ગાવામાં આવે છે ત્યારે વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવન જ્યોત્ત વિદ્યાલય લીમડી અને
આર એમ દેવડા માધ્યમિક સ્કૂલ લીમડીના આચાર્ય કુલદીપ પી મોરી દ્વારા શાળા કેમ્પસમાં વેલેન્ટાઇન દિવસના બદલે આજનો દિવસ ૧૪ મી ફેબ્રુઆરી બ્લેક ડે તરીકે શાં માટે ઉજવવામાં આવે છે તે વિષય બાળકોને પૂરતી માહિતી આપી આપણા સ્વાતંત્ર સેનાની ભગતસિંહને ૧૪ મી ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવી હતી તેમજ પુલવા એટેકમાં ૬૦ જેટલા જવાન શહીદ થયા તેની યાદમાં શાળા પટાંગણમાં તેમજ શાળાના વર્ગખંડમાં આજના દિવસ નિમિત્તે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને શાળાના મદદનીશ આચાર્ય શૈલેષભાઈ ભાભોર તથા ધોરણ ૯ અને ૧૦ ના શિક્ષક મિત્રો દ્વારા આજનો દિવસ વેલેન્ટાઇન એક ન્યુસન્સ રૂપ છે તેના વિશે માહિતી આપી અને વિદ્યાર્થીઓ આ તરફ ના પ્રેરાય તેવી પ્રેરણા આપી હતી








