

વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા
રિપોર્ટર-જુનેદ પટેલ
દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખના અધ્યક્ષસ્થાને મારગાળા નીંદકા અને હડમત ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. તારીખ ૧૩ જૂન ૨૦૨૩ ના રોજ હડમત ક્લસ્ટરના મારગાળા,હડમત અને નીંદકાની પ્રાથમિક શાળાઓ ખાતે દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકર આમલીયાર ના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. આંગણવાડી,બાલવાટિકા તેમજ ધોરણ ૧ માં વિવિધ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યા. આ પ્રસંગે ભાજપા ના કાર્યકરો, વિવિધ ગામોના સરપંચો, એસએમસીના સભ્યો, ફતેપુરા તાલુકા શિક્ષણ અધિકારી, તેમજ ફતેપુરા તાલુકાના બીઆરસી તેમજ સી.આર.સી, વિવિધ ગામોના આગેવાનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]








