
તા.૧૦.૦૫.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દેવગઢ બારીયા આઇટીઆઇ ખાતે આગામી શુક્રવારે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન
દાહોદનાં દેવગઢ બારીયા તાલુકાના રાઇબાર રોડ મોડેલ સ્કુલની પાસે આવેલા સરકારી આઇટીઆઇ ખાતે તા. ૧૨ મે, ૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા કરાયું છે.
આ ભરતી મેળામાં ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, આઇટીઆઇ, ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક, અનુભવી, બિન અનુભવી લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરાંત સ્વરોજગાર માર્ગદર્શન શિબિર પણ રાખવામાં આવી છે. જેમાં ઉમેદવારોને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવશે.
ઉક્ત અભ્યાસ ધરાવતા મહિલા તથા પુરૂષ ૧૮ થી ૩૫ વર્ષ વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે. રોજગાર ભરતી મેળામાં ઉમેદવારો પોતાના બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવા દાહોદનાં રોજગાર અધિકારીશ્રીએ જણાવ્યું છે