DAHOD
ફતેપુરા તાલુકામાં વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો, વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

વાત્સલ્યમ્ સમાચાર- ફતેપુરા
રિપોર્ટર- જુનેદ પટેલ
દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસરથી આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે વહેલી સવારથી જ ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લા સહિતના પંથકમાં વીજળીના કડાકાભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ફતેપુરા તાલુકામાં ભારે પવન સાથે પડેલા વરસાદને પગલે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે અને ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં એકદમ ઠંડક ફેલાઈ ગઈ છે. આ ઉપરાંત આગામી ત્રણ કલાક સહિત ભારે પવન સાથે વરસાદની પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે?.
[wptube id="1252022"]