

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
તારીખ ૦૩/૦૭/૨૦૨૩
તારીખ ૦૩/૦૭/૨૦૨૩ ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્યમથક ફતેપુરા ઉખરેલી રોડ પર આવેલ મણિકાકા ની વાડી ખાતે ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના ઉપાધ્યક્ષ ડો.અશ્વિન પારગીના અધ્યક્ષસ્થાને વૃક્ષા રોપણ કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા નગરના અગ્રણી અને દાહોદ જિલ્લા ભાજપા વ્યવસાયિક સેલના સંયોજક પંકજ પંચાલ, ફતેપુરા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશ કટારા, પૂર્વ સરપંચ કચરુ પ્રજાપતિ, વેપારી અને ભાજપાના સક્રિય કાર્યકર મનોજ અગ્રવાલ, ફતેપુરા પ્રજાપતિ સમાજના અગ્રણી લક્ષમણ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પંકજ પંચાલ દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવામાં આવ્યું હતું કે વૃક્ષ આપણા ને હમેશા મદદ કરતું હોય છે, વૃક્ષ પોતે તડકામાં રહી આપણ ને છાયડો આપે છે, વૃક્ષ આપણા ને ઓક્સિજન આપે છે, જળ એજ જીવન છે તેમજ વૃક્ષ એ પણ આપડું જીવન છે, ત્યારે આપડે તમામએ વૃક્ષ વાવા જોઈએ.








