DAHOD

ફતેપુરા:- ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

સુરત ખાતે દુષ્કર્મનો ભોગ બનેલી 4 વર્ષની દીકરી અને બલેશ્વર ખાતે રહસ્યમય રીતે મોતને ભેટેલી દીકરીને ન્યાય અપાવવા માટે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાએ ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપ્યું

સુરતમાં ચાર વર્ષની દીકરી પર દુષ્કર્મ મામલે અને બલેશ્વર ખાતે જીએનએમ નર્સિંગમાં અભ્યાસ કરતી છાત્રાના રહસ્યમય મોત મામલે આરોપીઓને ફાંસીની સજા આપવા બાબતે ફતેપુરા તાલુકા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા ગૃહરાજ્યમંત્રીને ઉદ્દેશીને ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. તારીખ 27 જૂન 2023 ના રોજ ફતેપુરા તાલુકા મુખ્ય મથક ફતેપુરા ખાતે મામલતદાર કચેરી ફતેપુરા તાલુકા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા ફતેપુરા મામલતદારને ગૃહરાજ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં રજૂઆત કરતા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાએ માંગ કરી છે કે આદિવાસી સમાજની ચાર વર્ષની દીકરી રાનુ મછાર પર દુષ્કર્મ કરનાર નરાધમને ફાંસીની સજા આપવામાં આવે અને પલસાણાના બલેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિદ્યા સંકુલ ખાતે જી.એન.એમ નર્સિંગમાં અભ્યાસ કરતી છાત્રા સોનલ ચૌધરીની રહસ્યમય મોત ની તપાસ કરી સોનલ ચૌધરી ની હત્યા ના આરોપમાં સંડોવાયેલા ગુનેગારોને ફાંસી ની સજા આપવામાં આવે તેવી માંગ કરી છે. ફતેપુરા મામલતદાર આર પી ડીંડોરે આવેદનપત્ર સ્વીકારીને આગળ સુધી પહોંચાડવાની ખાતરી આપી છે.

 

[wptube id="1252022"]
Back to top button