DAHOD

દાહોદ જિલ્લાના ખેડૂતોએ તુવેર, ચણા અને રાયડાની લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે

તા.26.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લાના ખેડૂતોએ તુવેર, ચણા અને રાયડાની લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે

જિલ્લામાં ખરીફ ઋતુમાં તુવેરના પાકનું કુલ ૭૨૩૦ હેક્ટર અને ચણા પાકનું ૪૪૬૯૮ હેક્ટરમાં વાવેતર

દાહોદ જિલ્લામાં ખરીફ રવિ સીઝનમાં તુવેર પાકના ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ઇન્ડી એગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લી. ઇન્ડી એગ્રો તેમજ ચણા પાક માટે ગુજરાત રાજ્ય કો.ઓ. માર્કેટીગ ફેડરેશન (ગુજકોમાસોલ)નો નોડલ એજન્સી તરીકે સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવી છે

વર્ષ ૨૦૨૨-૨૩ માં તુવેર અને ચણા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે તુવેરની રૂ. ૬૬૦૦ પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ. ૧૩૨૦ પ્રતિ મણ અને ચણા રૂ. ૫૩૩૫ પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ. ૧૦૬૭ પ્રતિ મણ લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કર્યો છે. જિલ્લામાં ખરીફ ઋતુમાં તુવેરના પાકનું કુલ ૭૨૩૦ હેક્ટર અને ચણા પાકનું ૪૪૬૯૮ હેક્ટરમાં વાવેતર થયું છે

જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખરીફ રવિ સિઝનમાં તાલુકા પ્રમાણે ચણા અને તુવેર પાક વાવેતરની માહિતી આપી છે. જે મુજબ, દાહોદમાં ૧૩૪૧૨ હેક્ટર ચણા પાક અને ૮૪ હેક્ટરમાં તુવેર પાકનું વાવેતર થયું છે. વિવિધ તાલુકાઓમાં ચણા પાક અને તુવેર પાક અનુક્રમે હેક્ટર પ્રમાણે વાવેતર જોઇએ તો, દેવગઢ બારીયામાં ૯૮૦ અને ૧૯૩૦, ધાનપુરમાં ૩૬૮૭ અને ૧૨૪૨, ફતેપુરામાં ૫૯૨૦ અને ૧૯૩૨, ગરબાડામાં ૬૨૮૫ અને ૨૯૫, ઝાલોદમાં ૯૫૨૮ અને ૨૮૮, લીમખેડામાં ૨૨૪૩ અને ૮૩૪, સીંગવડમાં ૯૯૬ અને ૩૭૯, સંજેલીમાં ૧૯૧૭ અને ૨૪૬ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું છે.જિલ્લાના ખેડૂતોએ વર્ષ ૨૦૨૨-૨૩ માં તુવેર, ચણા અને રાયડાની લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ માટે ગત તા. ૧ ફેબ્રુઆરીથી આગામી તા. ૨૮ ફેબ્રુઆરી સુધીમાં ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ કેન્દ્ર ખાતે વીસીઇ મારફતે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. તુવેર, ચણા અને રાયડાની ખરીદીનો સમયગાળો આગામી તા. ૧૦ માર્ચ ૨૦૨૩ થી શરૂ કરાશે. જે ૯૦ દિવસ એટલે કે આગામી તા. ૭ જુન ૨૦૨૩ સુધી ચાલશે. જો કોઇ ઇ-ગ્રામ સેન્ટર બંઘ હશે તો તેવા પ્રસંગે નજીકના ગામના ઇ ગ્રામ સેન્ટર ખાતેથી નોંધણી કરવાની રહેશે. જે માટે ખેડૂતોને વધુમાં વધુ ઓનલાઇન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે

[wptube id="1252022"]
Back to top button