દાહોદ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં ઝાલોદ તાલુકાની ફુલપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા દ્વારા રજૂ કરવામાં આવેલી ઉત્કૃષ્ટ ઈનોવેશન

તા.22.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં ઝાલોદ તાલુકાની ફુલપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા દ્વારા રજૂ કરવામાં આવેલી ઉત્કૃષ્ટ ઈનોવેશન
દાહોદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ મુકામે જિલ્લા કક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો જેમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકા માંથી 55 જેટલી કૃતિઓ જોવા મળી હતી અમારી ઝાલોદ-તાલુકાની ફુલપુરા પ્રાથમિક શાળાએ પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા ચૌહાણ પૂજાબેન ચંદ્રવદને *”રમતા*રમતા ગણિત શીખીએ એનોવેશન દાહોદ ખાતે કૃતિ રજૂ કરી હતી. બે દિવસના કાર્યક્રમમાં કલેકટર ડૉ. હર્પિત ગોસાવિ.DDO ,નેહા કુમારી DEO , કાજલબેન દવે તેમજ dpeo મયુરભાઈ પારેખ તથા ડાયટના પ્રાચાર્ય આર.જી .મુનિયા લીમખેડા તાલુકાના લાયઝન અધિકારી ભાવનાબેન પલાસ સહિત સમગ્ર ડાયટ પરિવાર તેમના સભ્યોની હાજરીમાં ભાગ લેનાર ફુલપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા મતિ
ચૌહાણ પૂજાબેન ચંદ્રવંદનનને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા








