
તા.૧૨.૦૬.૨૦૨૩
વાત્સલ્યય સમાચાર
અજય સાંસી દાહોદ 
દાહોદ ની બોરવાણી પ્રાથમિક શાળામાં લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વારા પ્રવેશોત્સવની ઉજવણી
લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા ખાયા ફળિયા વર્ગ બોરવાણી પ્રાથમિક શાળા માં આંગણવાડી અને ધોરણ એક માં નાના ભૂલકાઓ પ્રવેશ આપી ખૂબ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં દાતા જયેશભાઈ ની યાદ માં વસંતભાઈ કારેલીયા ડલાસ યુએસએ તરફથી ધોરણ એક ના બાળકોને સ્કુલ બેગ અને છ થી આઠ ના બાળકોને નોટબુક સપ્રેમ ભેટ આપવામાં આવી જેમાં ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફભાઈ કાપડિયા ,ડિસ્ટ્રિક્ટ ચેરમેન કમલેશ લીમ્બાચીયા, પ્રેસિડેન્ટ લાયન તુલસી શાહ , લા રાધેશ્યામભાઈ શર્મા અને લા અર્પીલ શાહ મહામંત્રી દાહોદ શહેર ભાજપ ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું શાળાના આચાર્ય મતિ રૂપાલીબેન ભાટી દ્વારા લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટી અને દાતા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ની આ ઉમદા કાર્ય સરાહના કરી હતી આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનો શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા








